________________
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪૧/૪૨
રત્નાકરાવતારિકા ટીકા :- વેબ દષ્ટાન્તચેત્યોથઃ ૩-૪ પરની પ્રતિપત્તિમાં દષ્ટાનની જેમ ઉપનય અને નિગમનનું સામર્થ્ય પણ નથી. એમ હવે સમજાવે છે
ઉપનય અને નિગમનનું પણ પરપ્રતિબોધમાં સામર્થ્ય જરૂરી નથી કારણ કે પક્ષ અને હેતુના પ્રયોગમાત્રથી જ તા: = તે પરપ્રતિપત્તિ થઈ જ જાય છે. ૩-૪
ટીકાનુવાદ :- મૂલ સૂત્રમાં જે ૩પ શબ્દ લખ્યો છે તેનો ભાવ એ છે કે પરને બોધ કરાવવામાં કેવલ દષ્ટાન્ત જ જરૂરી નથી એમ નહીં, પરંતુ ઉપનય અને નિગમન પણ જરૂરી નથી. કારણ કે પક્ષ અને હેતુવચન માત્રથી જ પર પ્રતિબોધ પામી જ જાય છે. “ધૂમ હોવાથી આ પર્વત વહ્નિમાન છે” આટલું માત્ર કહેવાથી જ પર અગ્નિનું અસ્તિત્વ સ્વીકારી જ લે છે અલ્પ પણ અસંતોષ રહેતો નથી. તેથી મહાનસના દષ્ટાન્તની પણ જરૂર નથી, અને જેમ મહાનસ ધૂમવાળો હોવાથી વહ્નિવાળો છે તેમ આ પર્વત પણ તેવો છે એવા ઉપનયની પણ જરૂર નથી, અને તેથી પર્વત નિશ્ચિત વહિવાળો જ છે એવા નિગમનની પણ જરૂર નથી જ. ૩-૪ તેવા - * समर्थनमेव परप्रतिपत्त्यङ्गमास्तां, तदन्तरेण दृष्टान्तादिप्रयोगेऽपि
સમવત્ રૂ-કશા આ જ વાત હવે પછીના આ એકતાલીસમા સૂત્રમાં સ્પષ્ટ કરે છે - (૧) પક્ષ, (૨) હેતુ, (૩) દટાન્ત (૪) ઉપનય, અને (૫) નિગમન, આ પાંચમાં જે પરમ સમર્થન (સામર્થ્ય)વાળું હોય તે જ પરની પ્રતિપત્તિનું અંગ બને છે. તે સામર્થ્યવાળા (પક્ષ-અને હેતુ) આ બે વચન વિના દઝાન્તાદિ ત્રણેનો પ્રયોગ કરવા છતાં પણ તે પરની પ્રતિપત્તિ સંભવતી નથી. ૩-૪૧
ટીકા :- પ્રવુપિ દષ્ટાન્તામિ, સમર્થનું દેરવાં વક્તવ્યમ્, રૂતરયા સાધ્યસિદ્ધયસન્મવાન્ इति तदेवाभिधीयताम् किं दृष्टान्तादिवचनेन ? इति ॥३-४१॥
ટીકાનુવાદ :- અનુમાનમાં દષ્ટાન્ત-ઉપનય અને નિગમનનો પ્રયોગ કરો તો પણ હેતુનું “સમર્થન” તો અવશ્ય કરવું જ પડે છે. હેતુના સમર્થન વિના તો સાધ્યસિદ્ધિ સંભવતી જ નથી. તો પછી તેને જ કહેવું જોઈએ, શેષ દૃષ્ટાન્તાદિને કહેનારા વચનો વડે શું ? એટલે પક્ષ-હેતુ જો કહો તો દુષ્ટાન્તાદિ કહો તો પણ ચાલે અને ન કહો તો પણ ચાલે (અર્થાતું તેના વિના પણ સાધ્યસિદ્ધિ થઈ જાય છે.) તો શા માટે પક્ષ-હેતુને જ કહેવાનો આગ્રહ ન રાખવો, તે જ અંગ રૂપે કહેવા જોઈએ, દાનાદિ અંગ રૂપે આવશ્યક નથી. ૩-૪૧
व्युत्पन्नानाश्रित्य परार्थानुमानमभिधाय मन्दमतीनुद्दिश्य तत् प्रपञ्चयन्ति । मन्दमतीस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि ॥३-४२॥
વ્યુત્પન્નમતિવાળા જીવોને આશ્રયી (પક્ષ-હેતુ વચનાત્મક) પરાથનુમાન કહીને મન્દીમતિ વાળા જીવોને ઉદ્દેશીને તે જ પરાર્થાનુમાન હવે સમજાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org