________________
શબ્દ અને પદાર્થ વચ્ચે તાદાત્મ્યસંબંધના અસંભવનો પૂર્વપક્ષ
છે અને તે “પ્રમાĪનયતત્ત્વ' એવા સૂત્રના અંશ વડે બતાવાયું છે. વળી સરળ ભાષામાં આ ગ્રન્થરચના હોવાથી ન્યાયની પરિભાષા જાણનારાઓ માટે આ શાસ્ત્ર સુખે સુખેઅનાયાસે સમજાય તેવું છે. એટલે સૂત્ર શરૂ કરતાં પહેલાં એવી જે શંકા કરવામાં આવેલી કે જો આ ગ્રન્થ શેષનાગના મણિરત્નના ઉપદેશની જેમ અશક્યાનુષ્ઠાનયુક્ત અભિધેયવાળું હોય તો કોઈ પંડિતપુરૂષો આ ગ્રન્થમાં પ્રવૃત્તિ કરશે નહિ. આવી શંકા જે કરાઈ હતી. તે શંકા આ શાસ્ત્ર ‘સુખાનુદ્ધેય' અભિધેયવાળું હોવાથી દૂર કરાઈ.
પ્રયોજન બે પ્રકારનું હોય છે (૧) કર્તાનુ પ્રયોજન અને (૨) શ્રોતાનું પ્રયોજન. ત્યાં ગ્રન્થકર્તાનું પ્રયોજન ‘પ્રમાણ અને નયના સ્વરૂપની વ્યવસ્થા (શિષ્યોના હૃદયમાં) કરાવવી’ એ છે.અને તે પ્રયોજન ‘પ્રમાળનય” ઇત્યાદિ પદોવાળા ન્યન્ત એવા સૂત્રના અવયવ વડે સાક્ષાત્ કહેલું જ છે. અને શ્રોતાનું પ્રયોજન ‘વ્યવસ્થા’ એવા પ્રકારના વિ + અવ ઉપસર્ગ અને સ્થા ધાતુ માત્ર (યન્ત વિના) એમ બન્નેના સમુદાયથી જ તેની અંદર રહેલું જણાય છે. ‘પ્રમાણ અને નયના સ્વરૂપની વ્યવસ્થા પોતાના હૃદયમાં કરવી' એ શ્રોતાનું પ્રયોજન છે. કારણ કે પ્રમાણ અને નયના તત્ત્વના નિશ્ચયને ઈચ્છતા શ્રોતાઓ હું પહેલો, હું પહેલો, એવી ભાવનાથી આ શાસ્ત્રમાં અવશ્ય પ્રવૃત્તિ કરશે જ. આ પ્રમાણે પ્રમાણ અને નયના સ્વરૂપની વ્યવસ્થા કરવી અને કરાવવી એવું આ પ્રયોજન શ્રોતા અને કર્તા એમ બન્નેને અનુક્રમે અભિમત (ઇષ્ટ) છે. એટલે “આ ગ્રન્થ અનભિમત પ્રયોજનવાળો હશે તો પંડિતો પ્રવેશ કરશે નહિ' એવી અનભિમતપ્રયોજનપણાની આશંકા જે પૂર્વે કરાઈ હતી તે ખંડિત થઈ.
૨૧
તથા અભિધેયની સાથેનો શાસ્ત્રનો વાચ્યવાચકભાવ સ્વરૂપ સંબંધ તો અવશ્ય હોય જ છે. કારણ કે શાસ્ત્રના શબ્દો વાચક છે. અને તેનાથી જણાવાતો અભિધેયરૂપ અર્થ વાચ્ય છે. એમ સંબંધ સદા અંદર ભરેલો જ હોય છે. માટે સ્પષ્ટ શબ્દોથી ન કહ્યો હોય તો પણ સામર્થ્યથી જણાય જ છે. એટલે “આ શાસ્ત્ર સંબંધ રહિત છે” એવી આશંકા ઉત્પન્ન થતી જ નથી. તે જ તેનું ખંડન છે એમ સમજી લેવું.
अत्र धर्मोत्तरानुसारी प्राह- प्रयोजनमादिवाक्येन साक्षादाख्यायत इति न क्षमे । यतः सम्बद्धमसम्बद्धं वा तत् तदभिदधीत ? यद्यसम्बद्धमेव, तदादिवाक्यादेव समस्तशास्त्रार्थसंदर्भगर्भाविर्भावसम्भवात् किं प्रकृतशास्त्रोपक्रमक्लेशेन ? सम्बद्धं चेत् तदसम्बद्धम्, शब्दार्थयोः सम्बन्धासम्भवात् । तथाहि - अयमनयोर्भवंस्तादात्म्यम्, तदुत्पत्तिः, वाच्यावाचकभावो वा भवेत् ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org