________________
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
પ્રશ્ન :- રૂદ્ર = આ શાસ્ત્ર, હજુ આ શાસ્ત્ર રચાયું નથી, સામે અવિદ્યમાન છે તો પછી રૂદ્ર શબ્દથી આ શાસ્ત્ર એમ સંબોધન કોને આશ્રયીને કર્યું છે ? અને જો શાસ્ત્ર બની ચુક્યુ હોય, સામે વિદ્યમાન હોય તો ૩૫ = શરૂ કરાય છે એ વાત કેમ બેસે? રૂદ્ર શબ્દ વિદ્યમાનવાચી છે અને પતે શબ્દ અવિદ્યમાનમાં વપરાય છે તેમ બન્ને શબ્દોનો સાથે પ્રયોગ કર્યો છે તે કેમ સંગત થશે ?
ઉત્તર :- આ પ્રસ્તુત શાસ્ત્ર ગ્રન્થકર્તા આચાર્યશ્રીને પોતાને સંવેદન થવા રૂપ હૃદયમાં પ્રત્યક્ષ થઈ ચુક્યું છે. એટલે અંદર (હૃદયમાં) તત્ત્વ સ્વરૂપે પ્રતિભા સમાન થયું છે. તે જ શાસ્ત્ર શબ્દાત્મકપણે બહાર પ્રકાશિત કરાય છે. સારાંશ કે હૃદયમાં અર્થ રૂપે બની ચુક્યું છે માટે રૂટું કહ્યું છે. અને જે અંદર બની ચુક્યું છે તે જ બહાર શબ્દરચના રૂપે લખાય છે. કહેવાય છે માટે ૩૫ગતે કહ્યું છે.
इदं च वाक्यं मुख्यतया प्रयोजनमेव प्रतिपादयितुमुपन्यस्तम्, तस्यैव प्राधान्येन प्रवृत्त्यङ्गत्वात् । अभिधेयसम्बन्धौ तु सामर्थ्याद् गमयति । तथाहि - प्रमाणनयतत्त्वमभिधेयम्, 'प्रमाणनयतत्त्व' इत्यवयवेन लक्षितम् । सुखानुष्ठेयं चैतत् - इत्यशक्यानुष्ठानाभिधेयाशङ्का निराकारि ।
प्रयोजनं द्वेधा - कर्तुः श्रोतुश्च । तत्र कर्तुः प्रयोजनं प्रमाणनयतत्त्वव्यवस्थापन "प्रमाण" इत्यादिसूत्रावयवेन ण्यन्तेन साक्षादाचचक्षे । श्रोतृप्रयोजनं च 'व्यवस्था' इत्युपसर्गधातुसमुदायेनैव तदन्तर्गतं प्रत्याय्यते । प्रमाणनयतत्त्वनिश्चयमिच्छवो हि श्रोतारोऽहंप्रथमिकयात्र शास्त्रे प्रवर्तेरन् । अभिमतं चैतत् प्रयोजनं द्वयोरपि - इत्यनभिमतप्रयोजनत्वारेका निरस्ता ।
संबन्धस्त्वभिधेयेन सह वाच्यवाचकभावलक्षणः शास्त्रस्यावश्यम्भावी - इत्यनुक्तोऽप्यर्थाद् गम्यतें - इति सम्बन्धरहितत्वाऽऽशङ्कानुत्थानोपहतैवेति ।
કોઈ પણ શાસ્ત્રમાં પંડિત પુરુષોની પ્રવૃત્તિ માટે ૧ અભિધેય ર પ્રયોજન અને ૩ સંબંધ આ ત્રણે નિમિત્તો હોવાં જોઈએ તથાપિ આ ગ્રન્થમાં આ પ્રથમવાક્ય મુખ્યતાએ પ્રયોજનને જ પ્રતિપાદન કરવા માટે ગ્રન્થકતએ કહેલ છે. કારણ કે તે પ્રયોજન જ પ્રધાનપણે ગ્રન્થના પઠન-પાઠનની પ્રવૃત્તિનું અંગ (કારણો છે. એટલે આ આદિવાક્ય પ્રધાનતાએ પ્રયોજનસૂચક છે એમ સમજવું.
અભિધેય અને સંબંધ સામર્થ્યથી (સૂત્રમાં વપરાયેલા પદોના વાચ્ય અર્થથી જ ) જણાઈ આવે છે. તે આ પ્રમાણે - આ ગ્રન્થમાં પ્રમાણ અને નયોનું સ્વરૂપ એ “અભિધેય”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org