________________
૩૬૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
તમારે કલ્પવા પડશે. અને અસ્પર્શવાનું પરમાણુઓ કાર્યદ્રવ્યના આરંભક હોતા નથી. તેથી તમન્ એ દ્રવ્ય નથી. એમ અમારૂં નૈયાયિકોનું કહેવું છે.
જૈન :- હે મૈયાયિક ! તમારી વાત બરાબર નથી. કારણ કે “જેવું કાર્ય દેખાતું હોય, તેના ઉપરથી કારણ પણ તેને અનુરૂપ કલ્પવું જોઈએ. પરંતુ કારણમાં વિકલતા દેખાવાથી પ્રત્યક્ષ દેખાતા કાર્યનો વિપર્યાસ કલ્પવો તે યોગ્ય નથી. એટલે કે ગળ્યુ દૂધ હોય, તેમાં જો કે સાકર દેખાતી નથી પરંતુ દૂધ મધુર અનુભવાય છે. તેથી દૂધમાં મધુરતા કાર્ય દેખાતું હોવાથી ન દેખાતી એવી પણ સાકર તેમાં છે એમ કલ્પાય છે. પરંતુ સાકરરૂપ કારણની વિકલતાથી (ન દેખાવાથી) મધુરરૂપે અનુભવાતા દૂધનો વિપર્યાસ કલ્પવો કે દૂધ મધુર નથી એ યોગ્ય નથી. તેવી રીતે અંધકાર દ્રવ્યસ્વરૂપ કાર્ય કાળુ કાળુ અને શીતળતાવાળુ અનુભવાતુ હોવાથી તેના પરમાણુઓ ન અનુભવાતા હોવા છતાં પણ કાર્યને અનુરૂપ હોવા જોઈએ એમ કલ્પાય છે. પરંતુ પરમાણુઓ સ્વરૂપ કારણની વિગુણતા હોવાથી એટલે કારણમાં સ્પર્શ અને રૂપ ન જણાતા હોવાથી પ્રત્યક્ષ દેખાતા એવા તમસાત્મક કાર્યનો વિપર્યાસ કલ્પવો અર્થાત્ તમન્ દ્રવ્ય નથી એમ કહેવું તે યોગ્ય નથી.
નિયાયિક :- હે જેન! અમે કંઈ અંધકારના પ્રત્યાર્થી (શત્રુ) નથી. પરંતુ અસ્પર્શવાનું પરમાણુઓ કાર્યદ્રવ્યના અનારંભિક હોવાથી અહીં અંધકારમાં “આરંભત્વ” અર્થાત્ કાર્યદ્રવ્યત્વ ઘટતું નથી. એટલે દ્રવ્યસ્વરૂપે ઉત્પત્તિ સંભવતી નથી. અને નીલિમાના (કાળા કાળા વર્ણના) દર્શનમાત્રથી તે દ્રવ્ય બની જતું નથી એમ અમે કહીએ છીએ, કારણ કે રૂપનું દર્શન તો ભ્રમાત્મક પણ હોય છે. જેમ ઝાંઝવાના જળમાં ચમક દેખાય છે પરંતુ તેથી તે જલદ્રવ્ય સિધ્ધ થતું નથી. કારણ કે ચમકનું દર્શન ભ્રમાત્મક છે તેમ અહીં પણ નીલિમાનું દર્શન પ્રકાશના અભાવથી ભ્રમાત્મક છે. વાસ્તવિક નીલિમા પણ નથી. તેથી તમસુ એ દ્રવ્ય નથી. પરંતુ આલોકના અભાવાત્મક જ છે. એમ અમારૂં નૈયાયિકોનું કહેવું
__ नैतदुपपत्तिपदवीं प्रतिपद्यते, यतः स्पर्शवन्त एव तामसाः परमाणवः प्रोच्यन्ते । यत्पुनस्तत्रोपादेशि-स्पर्शवतस्तत्कार्यदव्यस्य क्वचिदप्यनुपलम्भादिति । तदसत्यम्, शीतस्पर्शवतस्तमोद्रव्यस्यैव तत्कार्यस्य दर्शनात् ।
तत्र स्पर्शसद्भावे किं प्रमाणम् ? इति चेत् - तदभावे किं प्रमाणम् ? इति वाच्यम् - न हि तत्प्रतिषेधकप्रमाणमन्तरेणाऽस्पर्शवत्त्वात् कार्यदव्यानारम्भस्त्वया प्रसाधयितुं शक्यते । अस्माकं तु तत्सद्भावे प्रमाणाभावेऽपि तावद् न काचित् क्षतिः । न च नास्त्येव तत्, प्रत्यक्षस्यैव सद्भावात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org