SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ૩૬૫ વ્યાપારના અભાવે સ્પર્શવાનું તમસૂ નથી બનતું. પરંતુ વિજાતીય એવું સ્પર્શરહિત એવું તમસ્ દ્રવ્ય બને છે એમ તમે માનો છો તો તેનો અર્થ એ થાય છે કે વિજાતીય કાર્ય પણ થાય. તો પછી માટીના જ એક સરખા સ્વરૂપવાળા પરમાણુઓમાંથી જેમ પૃથ્વી થાય છે. તેમ વિજાતીય એવાં જલ-તેજ અને વાયુ જેવાં તમામ કાર્યો થઈ શકે છે એવું પણ તમારે કલ્પવું જોઈએ, કેમ કલ્પતા નથી? અને જો કલ્પો તો પ્રત્યક્ષવિરોધ આવે જ. જૈન :- હે નૈયાયિક ! તમારું આ કથન વ્યાજબી નથી કારણ કે પરમાણુઓ કાર્યવડે જ એક સારી રીતે જાણવા યોગ્ય છે. એટલે કે પરમાણુઓનું જ્ઞાન કાર્યને અનુસારે જ થાય છે. જેવું કાર્ય હોય છે તેને અનુરૂપ જ કારણભૂત પરમાણુઓ કલ્પાય છે. સિધ્ધ થાય છે. પરંતુ કાર્યથી વિલક્ષણ (વિજાતીય) પરમાણુઓ કદાપિ કલ્પાતા નથી અને સિધ્ધ પણ થતા નથી. કારણ કે કાર્યથી વિલક્ષણ એવા પરમાણુઓને સિધ્ધ કરનારૂં કોઈ પ્રમાણ જ આ સંસારમાં નથી. માટે એક જ જાતના માટી આદિના પરમાણુઓમાંથી પૃથ્વીની જેમ વિજાતીય એવાં પાણી-તેજ અને વાયુ કાર્યની ઉત્પત્તિ કેમ થાય? નૈયાયિક :- હે જૈન ! જો આવું સુંદર તમે જાણો છો તો તમસૂના પરમાણુઓ પણ તમારે અસ્પર્શવાનું જ કલ્પવા જોઈએ, કારણ કે તમે જ કહો છો કે કારણને અનુરૂપ કાર્ય થાય, અને કાર્ય જેવું દેખાય તેવાં કારણભૂત પરમાણુઓ કલ્પાય, હવે અંધકાર સ્પર્શવાનું તરીકે અનુભવાતો નથી. તેથી તેના પરમાણુઓ પણ સ્પર્શરહિત જ હોવા જોઈએ એમ તમારે જૈનોએ માનવું જોઈએ. અને જો આટલું માનશો તો તેવા પ્રકારના તે સ્પર્શરહિત પરમાણુઓ તમોદ્રવ્ય સ્વરૂપ કાર્યના આરંભક કેમ બની શકે? અર્થાતુ ન જ બને. કારણ કે “જે જે અસ્પર્શવાનું હોય છે તે તે કાર્યદ્રવ્યના નિયમ અનારંભિક જ હોય છે” આ વ્યાપ્તિ વ્યભિચાર વિના અનુભવાય જ છે. જેમ કે આકાશાદિ પાંચ દ્રવ્યોના અવયવો (અંશો) અસ્પર્શવાનું છે તેથી તેઓ કદાપિ આકાશાદિ પાંચ દ્રવ્યોને કાર્યદ્રવ્યરૂપે ઉત્પન્ન કરતા નથી. તેથી જ તે પાંચ દ્રવ્યો નિત્ય છે. અને વ્યતિરેકવ્યાપ્તિમાં જે જે કાર્યદ્રવ્યનાં અનારંભક હોતાં નથી, પરંતુ આરંભક હોય છે તે તે નિયમા અસ્પર્શવાનું પણ હોતાં નથી, પરંતુ સ્પર્શવાનું જ હોય છે. જેમ કે કાર્યાત્મક પૃથ્વી-જલ-તેજ અને વાયુના પરમાણુઓ. આ પરમાણુઓ કાર્યદ્રવ્યનો આરંભ પણ કરે છે અને સ્પર્શવાનું પણ છે જ. માટે આ વ્યાપ્તિમાં ક્યાંય પણ વ્યભિચાર દેખાતો નથી. અવ્યભિચાર જ ઉપલબ્ધ થાય છે. તેથી તેમના પરમાણુઓ પણ અસ્પર્શવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy