________________
પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી “સ્યાદ્વાદ કલ્પલતા”નામનો ટીકાગ્રંથ તથા નયરહસ્ય, નયપ્રદીપ, ન્યાયખંડનખાદ્ય, ન્યાયાલોક, જૈન તર્ક પરિભાષા અને ગુજરાતી ભાષામાં કાવ્યમય “દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ” ઈત્યાદિ ગ્રંથરચના પ્રમાણ અને નય વિષયની જોવા મળે
છે.
પ્રમાણના લક્ષણની ગવેષણા
શ્વેતાંબર-દિગંબર એમ બંને આમ્નાયમાં થયેલા જૈન તાર્કિક આચાર્યોએ “જ્ઞાન” ને જ પ્રમાણ કહ્યું છે. અને પ્રમેયવિષયક યથાર્થજ્ઞાન જ હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક હોવાથી એ જ્ઞાન જ પ્રમાણ હોઈ શકે છે. એ વાત તર્ક અને અનુભવથી સિદ્ધ કરી છે. આ જ્ઞાન વ્યવસાયાત્મક (અર્થાત્ નિર્ણયાત્મક) હોય તો જ પ્રમાણ છે.
ન્યાય અને વૈશેષિક દર્શન પ્રયા: વન્ = પ્રાન્ આવું શબ્દવ્યુત્પત્તિના આધારે, અને પ્રમ શબ્દમાં અન પ્રત્યય કરણ અર્થમાં સંભવિત હોવાથી જ્ઞાનને પ્રમાણ ન માનતાં જ્ઞાનના કરણને (સકિષને) પ્રમાણ માને છે. કરણના લક્ષણમાં કોઈ નૈયાયિક-વૈશેષિક માત્ર સાધારણ #ારમાં રજૂ કહીને ઈન્દ્રિયાર્થસન્નિકર્ષાદિને પ્રમાણ માને છે અને કોઈ નૈયાયિક-વૈશેષિક વ્યાપારવતસાધારણઝારાં ફરાં કહીને ઈન્દ્રિયાર્થસકિર્ષને વ્યાપાર માની માત્ર ઈન્દ્રિયોને જ કરણ માને છે. અને તેથી પ્રથમ મતે ઈન્દ્રિયાર્થસત્રિકર્ષ એ પ્રમાણ બને છે અને બીજામતે ઈન્દ્રિયો એ પ્રમાણ બને છે. જૈનદર્શનના આચાર્યોએ ન્યાય-વૈશેષિકની ઉપરની વાતનું ઘણી યુક્તિઓ દ્વારા જોરશોરથી નિરસન કર્યું છે.
જે વિષયનું પૂર્વપરિચય દ્વારા જ્ઞાન થયેલું નથી ત્યાં ઈન્દ્રિયો અને ઈન્દ્રિયાસત્રિકર્ષ બન્ને હોવા છતાં પણ જ્ઞાન ઉત્પન્ન થયું નથી, માટે અન્વયવ્યભિચારના કારણે ઈન્દ્રિયો અને ઈન્દ્રિયાર્થસત્રિકર્ષ પ્રમાણ નથી, તથા અવધિ આદિ આત્મપ્રત્યક્ષ જ્ઞાનકાલે ઈન્દ્રિયો અને ઈન્દ્રિયાર્થસન્નિકર્ષ વિના પણ તે જ્ઞાન થાય છે તેથી તે ઇન્દ્રિયો અને સન્નિકર્ષ પ્રમાણ નથી. તથા વળી અનુમિતિ-ઉપમિતિ અને શાબ્દજ્ઞાન કાલે તો નૈયાયિક-વૈશેષિકને પણ અનુક્રમે વ્યાપ્તિજ્ઞાન સાદશ્યજ્ઞાન અને શબ્દજ્ઞાન એમ ત્રણ જ્ઞાનને જ કરણ (પ્રમાણ) માનવું જ પડે છે. માટે ઈન્દ્રિયો અને ઈન્ટિયાર્થસગ્નિકર્મને પ્રમાણ માનવાની વાત નિયુક્તિક જ છે. આ જ રીતે બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન અને મીમાંસક દર્શનકારોએ કરેલી પ્રમાણની વ્યાખ્યા પણ દોષથી ભરપૂર છે. પ્રમાણના ભેદની ગવેષણા -
ચાર્વાક દર્શન માત્ર એક પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. પરંતુ અનુમાન માન્યા વિના પંડિતોની
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org