________________
આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજીએ “સમ્મતિ પ્રકરણ” અને ન્યાયાવતાર ગ્રંથની રચના કરી જૈનદર્શનને માન્ય ન્યાય અને પ્રમાણનું સ્વરૂપ સમજાવ્યું છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિ તથા ઉત્તરભેદ રૂપ નૈગમાદિ નયોની દૃષ્ટિએ જગના પદાર્થો સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં પદ્ય રૂપે છે. તે બન્ને ગ્રંથોમાં ન્યાયાવતાર સંસ્કૃત ભાષામાં પદ્યરૂપે છે ન્યાયની પરિભાષા સંકલિત કરેલી છે.
આ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકમહાભાષ્યમાં નૈગમાદિ સાત નયોને સમજાવતું સ્વતંત્ર એક વાર કર્યું છે.
આ. શ્રી હરિભદ્રસૂરિજીએ તો અનેકગ્રંથોનું સર્જન કર્યું છે. તેમાં ધર્મસંગ્રહણી, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, પદર્શન સમુચ્ચય અને અનેકાન્તજયપતાકા જેવા મહાગ્રંથો જૈન ન્યાયને સમજાવતા આકર ગ્રંથો છે.
આ. શ્રી મલ્લવાદિસૂરિજીએ દસ હજાર શ્લોકપ્રમાણ “નયચક્ર” નામનો અદભૂત ગ્રંથ બનાવ્યો. જેમણે ભરૂચમાં પોતાના ગુરૂને અપમાનિત કરનાર બુદ્ધાનંદની સાથે રાજસભામાં વાદ કરી તે વાદીનો પરાભવ કર્યો.
આ. શ્રી સિદ્ધર્ષિગણિએ ન્યાયાવતાર ઉપર વૃત્તિ (ટીક) બનાવી છે.
કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રાચાર્યજીએ “પ્રમાણ મીમાંસા” અને અન્યયોગવ્યવચ્છેદિકા નામના ન્યાયના ગ્રંથો બનાવ્યા છે. શ્રી મલ્લિષેણસૂરિજીએ સ્યાદ્વાદમંજરી નામનો ટીકાગ્રંથ બનાવ્યો છે.
દિગંબરાસ્નાયમાં “પ્રમાણ” અને “ન્યાય” ના વિષયમાં પ્રૌઢ જ્ઞાનગરિમાધારી તરીકે “આચાર્ય અકલંક”નું નામ સુપ્રસિદ્ધ છે કે જેઓ પ્રાયઃ વિક્રમની સાતમી શતાબ્દિમાં થયા છે. જેઓએ જૈન ન્યાય અને પ્રમાણના વિષય ઉપર સુંદર ગ્રન્થરચના કરી છે. મહાતાર્કિક શિરોમણિ હતા.
(૧) સ્વોપજ્ઞવૃત્તિ સહિત લઘીયસ્તત્ર (નય-પ્રમાણ અને નિક્ષેપ) (૨) ન્યાયવિનિશ્ચય, (૩) સિદ્ધિવિનિશ્ચય અને (૪) પ્રમાણસંગ્રહ. આ ન્યાય અને પ્રમાણના વિષયના તેમના મુખ્યપ્રન્થો છે. તેમની અને શ્રીવાદિદેવસૂરિજી આદિ શ્વેતાંબર આચાર્યોની પ્રમાણાદિની ચર્ચા એક સરખી તુલ્ય છે. બંને સંપ્રદાયના તાર્કિકાચાર્યોએ અન્ય દર્શનને માન્ય સકિર્યાદિને પ્રમાણ માનવાની વાતનો અને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન આગમાદિ પ્રમાણના ભેદો સંબંધી મિથ્યાકલ્પનાઓનો પરાભવ કરી જ્ઞાનને જ પ્રમાણ કહેવાય અને પ્રત્યક્ષ-પરોક્ષ બે જ ભેદ છે. તથા પ્રત્યક્ષના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદ, અને પરોક્ષના મૃતિ-પ્રત્યભિજ્ઞાન-તર્ક-અનુમાન અને આગમ એમ પાંચ ભેદોનું યથાસ્થિત પ્રતિપાદન કર્યું છે. તેવી જ રીતે દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદે “પ્રમાણ પરીક્ષા”ની રચના કરીને પ્રમાણના સ્વરૂપને સમજાવ્યું છે.
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org