________________
૩૧૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
હોવા છતાં લાંછન કેમ દેખાય છે ? તસ્પતિ વષિ = તેથી ચક્ષુમાં, “યતા પુર્વ શરVi'' = યોગ્યતા માનવી એ જ શરણ છે અને વળી, આ બાબતમાં ઃ આપણો, પ્રત્યયઃ = અનુભવ સાક્ષી = એ જ સાચી સાક્ષી છે. તત્ = તેથી, તy = તર્કશાસ્ત્રોમાં નિપુણ એવા હે નૈયાયિક! નયનેષુ = ચક્ષુમાં, અપ્રાપ્ય થવસ્તૃતાર્ વિષયને સ્પર્યા વિના જ્ઞાન કરાવવા પણું, પ્રતાદિ = તું સ્વીકાર.
હે તૈયાયિક ! ચક્ષુમાં “યોગ્યતા” જો ન માનો તો ચક્ષુવડે ચંદ્રનું રૂપ જેમ દેખાય છે તેમ ચંદ્રની ગતિ કેમ દેખાતી નથી? જો તમે એવો બચાવ કરો કે ચંદ્ર ઘણો જ દૂર છે. માટે દૂર હોવાથી ચંદ્રની ગતિ દેખાતી નથી તો તેનો ડાઘ (લાંછન) દૂર હોવા છતાં પણ કેમ દેખાય છે? તેથી માનો કે ન માનો, પરંતુ તે ચક્ષુમાં “યોગ્યતા” એ જ સાચુ શરણ છે. આ ચર્ચામાં આપણો પોતાનો અનુભવ એ જ સાક્ષી છે. તેથી તે તર્કનિપુણ નૈયાયિક ! હવે તું ચક્ષુમાં વસ્તુને અપ્રાપ્ત રહીને જ જ્ઞાનનું કર્તુત્વ છે તેમ તું સ્વીકાર. ૭૬ll
ચક્ષુની અપ્રાપ્યકારિતાની ચર્ચા સમાપ્ત.
बौद्धाः पुनरिदमाहुः, श्रोत्रं न प्राप्य बुद्धिमाधत्ते ।
दिग्देशव्यपदेशान् करोति शब्दे यतो दृग्वत् ॥७७॥ तथाहि
વીદ્ધાઃ પુનઃ રૂમ = બૌધ્ધો વળી આ પ્રમાણે કહે છે કે, શ્રોત્ર પ્રાપ્ત દ્ધિ મત્તે = શ્રોત્રેન્દ્રિય વિષયને પ્રાપ્ત કરીને બુધ્ધિ કરાવતી નથી. તો = કારણ કે, તૃવત્ = નેત્રની જેમ શ્રોત્ર પણ, શબ્દ = શબ્દ સાંભળવાની બાબતમાં, શિવ્યપશાન્ = દૂર દૂરની દિશા અને સ્થાનના વ્યવહારને, ક્ષતિ = કરે જ છે. તથા િ= તે આ પ્રમાણે.
નૈયાયિકોની વાત પુરી થઈ. હવે બૌધ્ધો વળી આ પ્રમાણે કહે છે કે હે જેનો ! જેમ ચક્ષુ દૂર દૂર રહેલા પદાર્થોને અપ્રાપ્ત રહીને જ જ્ઞાન કરાવે છે. તે જ રીતે શ્રોત્ર પણ દૂર દૂર બોલાતા શબ્દોને પ્રાપ્ત કર્યા વિના જ સ્પર્ધા વિના જ સંભળાવે છે. માટે ચક્ષુની જેમ અપ્રાપ્યકારી જ છે. તે આ પ્રમાણે -
प्राच्यामत्र विजृम्भते जलमुचामत्यूजितं गर्जितं । प्रोन्मीलत्यलमेष चातकरवोऽक्षामः क्षणं दक्षिणः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org