________________
ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા
આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે કામાન્ધપુરૂષ સ્ત્રીના સ્નેહના અતિરેકથી તે સ્ત્રી જે કહે તે માની લે. તેની જેમ અજ્ઞાન અણસમજુ આત્માઓ અથવા તમારા રાગી આત્માઓ તમે જેમ કહો તેમ ભલે માની લે, પરંતુ તર્કશાસ્ત્રથી તે મનના સ્વરૂપને જાણનારા મહાત્મા પુરૂષો, નિષ્પક્ષપાતી પુરૂષો તમારી આ વાત સ્વીકારશે નહીં. કારણ કે મન નિત્ય નથી પરંતુ નિત્યાનિત્ય છે. અણુપરિમાણવાળું નથી પરંતુ પુદ્ગલના પિંડાત્મક સ્કંધસ્વરૂપ છે અને દેહવ્યાપી છે. અને દેહવ્યાપી છે તથા સૂક્ષ્મવર્ગણા હોવાથી ચક્ષુથી અગોચર છે.
=
મન: નિત્યાનિત્ય, દ્વવ્યપર્યાયવત્ત્વાત્, સુવર્ણવત્, नित्यानित्यं, शुभाशुभचिन्ताहेतुत्वात्, भोजनवत् मनः, नाणुपरिमाणं, इन्द्रियत्वात्, लोचनवत्
મનઃ,
ઇત્યાદિ અનુમાનોવડે મન નિત્ય નથી અને અણુપરિમાણવાળું પણ નથી એમ સિધ્ધ થાય છે. ૪૦॥
-
एतदत्र विततीक्रियमाणं, प्रस्तुतेतरदिव प्रतिभाति ।
લાગે
विस्तराय च भवेदिति चिन्त्यं तद् विलोक्य गुरुगुम्फितवृत्तिम् ॥ ४१ ॥ તદ્ = આ ચર્ચા, અન્ન અહીં આ ગ્રન્થમાં, વિતતીન્દ્રિયમાળ જો વિસ્તૃત કરવામાં આવે તો, પ્રસ્તુતેતરવું અપ્રાસંગિક ચર્ચાના વ = જેવું, પ્રતિમાતિ છે. ચ = અને, વિસ્તરાય વિસ્તાર માટે ભવેત્ થશે તેથી, મુસ્તુતિવૃત્તિમ્ અમારા ગુરૂજી શ્રીવાદિદેવસૂરિજીએ બનાવેલી સ્યાદ્વાદરત્નાકર નામની ટીકા, વિત્તોય જોઈને, ત ્ = તે મનસંબંધી કથન ચિત્ત્વમ્ = વિચારી લેવું.
=
=
Jain Education International
=
૨૮૭
=
=
For Private & Personal Use Only
ખરેખર તો મન એ પણ મનોવર્ગણાના પુદ્ગલોનું જ બનેલું છે. અનંતાનંત અણુઓના પિંડરૂપ છે તેથી અણુસ્વરૂપ નથી. આ વર્ગણા સૂક્ષ્મ-સૂક્ષ્મ હોવાથી ચક્ષુથી અદૃશ્ય છે. આ મન દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. જેમ સુવર્ણ એ સુવર્ણ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે. અને કડુ-કુંડલ આદિ પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેમ આ મન પણ નિત્યાનિત્ય છે. પરંતુ એકાન્તે નિત્ય નથી. આ એક મન નિત્યાનિત્ય છે એમ નહીં પરંતુ જગતના સર્વે પણ પદાર્થો નિત્યાનિત્ય છે. કોઈ એકાન્તનિત્ય નથી.
=
તથા પુદ્ગલોનો સ્કંધ હોવાથી અણુપરિમાણ પણ નથી. પરંતુ ચક્ષુની પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારીની આ ચર્ચા જ્યાં ચાલી રહી છે ત્યાં મનની નિત્યાનિત્યપણાની અને અણુને બદલે સ્કંધપણાના પરિમાણની ચર્ચા ચલાવવી તે “અપ્રસ્તુત પ્રકરણના” જેવી
www.jainelibrary.org