________________
૨ ૫ ૬
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૨-૩
રત્નાકરાવતારિકા
પ્રત્યક્ષ નક્ષત્ત - હવે પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ જણાવે છે -
સ્પષ્ટ પ્રત્યક્ષમ્ | ૨-રા प्रबलतरज्ञानावरणवीर्यान्तराययोः क्षयोपशमात् क्षयाद् वा स्पष्टताविशिष्टं वैशद्यास्पदीभूतं यत् तत् प्रत्यक्षं प्रत्येयम् ॥२-२॥
સૂત્રાર્થ :- સ્પષ્ટ જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ કહેવાય છે.
અતિશય તીવ્ર એવા જ્ઞાનાવરણીયકર્મના અને વર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી અથવા ક્ષયથી “સ્પષ્ટતા યુક્ત” એવું, એટલે કે વિશદતાના આધારભૂત એવું જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે.
તીવ્ર રસવાળાં કર્મોને હળવા રસવાળાં કરીને ભોગવવાં અને અનુદિતને ઉપશમાવવાં તે ક્ષયોપશમ કહેવાય છે અને સર્વથા મૂલથી કર્મોનો વિનાશ કરવો તે ક્ષય કહેવાય છે. પ્રત્યક્ષાદિપ્રમાણો જ્ઞાનાત્મક છે, તેથી તે જ્ઞાનને ઢાંકનારાં કર્મોને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે, તેમાં વપરાતી આત્મશક્તિ તે વીર્ય કહેવાય છે, તેને રોકનારા કર્મને વર્યાન્તરાયકર્મ કહેવાય છે. આ બન્ને કર્યો આત્માના અનુક્રમે જ્ઞાનગુણ અને વીર્યગુણને ઢાંકનારાં છે. તે બન્ને કર્મો તીવ્રને બદલે મંદ થાય ત્યારે, અથવા સર્વથા વિનાશ પામે ત્યારે જીવને અનુક્રમે આંશિક અને સંપૂર્ણ જ્ઞાનગુણ અને વીર્યગુણ પ્રગટ થાય છે. વૈશદ્યાસ્પદીભૂત શબ્દનો અર્થ એ છે કે વિશદતા એટલે અતિશય સ્પષ્ટતા, તેના આસ્પદીભૂત એટલે કે આધારભૂત એવું જે જ્ઞાન તે પ્રત્યક્ષ. //ર-રા
પષ્ટત્વમેવ સ્પષ્ટથતિ = સ્પષ્ટત્વ કોને કહેવાય ? તે જ સ્પષ્ટ કરે છે.
अनुमानाद्यधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम् ॥२-३॥
अनुमानादिभ्यो वक्ष्यमाणपरोक्षप्रकारेभ्योऽतिरेकेण यद्विशेषाणां नियतवर्णसंस्थानाद्यर्थाकाराणां प्रतिभासनं ज्ञानस्य तत् स्पष्टत्वमिति ॥२-३॥
સૂત્રાર્થ :- અનુમાનાદિ શેષ પ્રમાણો કરતાં અધિકારપણે વસ્તુનું વિશેષ પ્રકાશિત થવું = અર્થાત્ વિશેષ બોધ થવો તે સ્પષ્ટ કહેવાય છે.
આગળ ત્રીજા અને ચોથા પરિચ્છેદમાં કહેવાતા પરોક્ષના અનુમાનાદિ જે જે પ્રકારો છે (અનુમાન-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન-તર્ક-આગમ), તે તે પ્રમાણો કરતાં અતિરે કપણે એટલે કે અધિકપણે નિશ્ચિત વર્ણ, નિશ્ચિત આકાર વિગેરે સ્વરૂપવાળા પદાર્થોના આકારવિશેષોનો જે હૃદયને સંતોષ થાય તે રીતે બોધ થવો તે સ્પષ્ટ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org