SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ ૨ ૫ ૫ કે લિંગોથી થનારાં સર્વે જ્ઞાનો પણ અનુમાનોમાં સમાઈ જાય છે, માટે અધિક પ્રમાણ માનવાની કોઈ જરૂર નથી. તેથી આ સંસારમાં “પ્રત્યક્ષ અને પરોક્ષ” એમ પ્રમાણોના બે ભેદોનું ઉલ્લંઘન ઇંદ્રવડે પણ કરવાનું શક્ય નથી. આ પ્રમાણે જૈનદર્શનકારોએ બતાવેલા પ્રમાણોના બે જ ભેદ બરાબર છે બાકીની સર્વ દર્શનકારોની કલ્પના અયથાર્થ (મિથ્યા) છે. પ્રશ્ન :- કયા કયા દર્શનકારો કેટલાં કેટલાં પ્રમાણો માને છે ? ઉત્તર :- પ્રમાણની બાબતમાં દર્શનકારોની માન્યતા આ પ્રમાણે છે - (૧) ચર્વાકદર્શન ૧ પ્રત્યક્ષપ્રમાણ જ માને છે. (૨) બૌધ્ધદર્શન પ્રત્યક્ષ અને અનુમાન એમ ૨ પ્રમાણ માને છે. (૩) વૈશેષિકદર્શન પ્રત્યક્ષ અને અનુમાન એમ ર પ્રમાણ માને છે.' (૪) કોઈક વૈશેષિક પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ૩ પ્રમાણ માને છે. (૫) સાંખ્યદર્શન પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ૩ પ્રમાણ માને છે. (૬) ન્યાયદર્શન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ૪ પ્રમાણ માને છે. (૭) પૂર્વમીમાંસક (પ્રભાકર) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ અને અર્થોપત્તિ એમ ૫ પ્રમાણ માને છે. (૮) ઉત્તરમીમાંસક (કુમારિલભટ્ટ) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થાપત્તિ અને અભાવ એમ ૬ પ્રમાણ માને છે. (૯) ચરકદર્શનકાર ઉપરોક્ત ૬ તથા સંભવ અને ઐતિહ્ય એમ ૮ પ્રમાણ માને છે. આ પ્રમાણે પ્રમાણની બાબતમાં વાદીઓના અનેક મતભેદો છે. જેનદર્શનકારો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણ કહે છે. ઉપરના વાદીઓએ માનેલાં સર્વે પ્રમાણો જૈનોના પરોક્ષ પ્રમાણમાં જ અંતર્ગત થાય છે. સાંવ્યવહારિક અને પારમાર્થિક આમ પ્રત્યક્ષના બે ભેદ આગળ આવશે, તેમાંના સાંવ્યવહારિક પ્રત્યક્ષનો પ્રત્યક્ષ પ્રમાણમાં વ્યવહારથી જો કે સમાવેશ થાય છે તો પણ નિશ્ચયથી તે તો પરોક્ષ જ છે. જૈનદર્શનકારોને માન્ય અવધિ-મન:પર્યવ અને કેવલજ્ઞાન રૂપ જે પારમાર્થિક પ્રત્યક્ષ છે તેને તો કોઈ દર્શનકારો પામી શક્યા જ નથી. ઇન્દ્રિયજન્યજ્ઞાનવાળાઓથી અતીન્દ્રિયજ્ઞાનની કલ્પના થઈ પણ ક્યાંથી શકે ? આ પ્રમાણે પ્રથમસૂત્રનો અર્થ પૂર્ણ થયો. ૨-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy