________________
પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ
નથી, પરંતુ વિપક્ષમાં હેતુનો અનુપલંભ નિશ્ચિત જ હોવો જોઈએ, એવો નિયમ નથી. માટે અનિશ્ચિત એવા અનુપલંભથી પણ આઠમા પુત્રમાં શ્યામત્વ સિધ્ધ થઈ જશે અને હેત્વાભાસને પણ ગમકત્વની (સહેતુ માનવાની) આપત્તિ આવશે.
હવે જો વિપક્ષમાં આ અનુપલંભ નિશ્ચિત જ હોવો જોઈએ આવા પ્રકારનો બીજો પક્ષ કહેશો તો આ અર્થાપત્તિ અનુમાનપણાને જ પામી જશે, કારણ કે “નિશ્ચિત અન્યથા અનુપપત્તિ” એ જ અનુમાનનું લક્ષણ છે. જે જે નિશ્ચિત અન્યથા અનુપપત્તિ હોય છે તે તે અનુમાન રૂપ જ હોય છે. તેથી આ અર્થાપત્તિપ્રમાણ અનુમાનપ્રમાણરૂપ જ બની જશે, અનુમાનથી ભિન્ન સિધ્ધ થશે નહીં. અનુમાનમાં પણ હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત જ હોય છે અને અર્થાપત્તિનું લક્ષણ પણ તમે વિપક્ષથી વ્યાવૃત્ત જ કર્યુ, જેથી બન્ને એક થઈ જશે.
હવે કદાચ મીમાંસક અહીં એમ કહે કે અનુમાન અને અર્થા૫ત્તિ એમ બન્ને પ્રમાણોમાં નિશ્ચિતાન્યથાનુપપત્તિ સમાન જ હોય છે. છતાં પણ જ્યાં સપક્ષનો સદ્ભાવ હોય તે અનુમાન કહેવાય, અને જ્યાં સપક્ષનો અભાવ હોય તે અર્થાપત્તિ કહેવાય, એમ અમે સપક્ષના સદ્ભાવ અને અસદ્ભાવવડે કરાયેલો અનુમાન-અર્થાપત્તિમાં ભેદ માનીશું અને અર્થાપત્તિ એક ભિન્ન પ્રમાણ સિધ્ધ કરીશું.
-
૨૪૫
જૈન - ઉપર મુજબ મીમાંસકનું કહેવું ઉચિત નથી, કારણ કે એકના એક જ પ્રમાણના સપક્ષના સદ્ભાવથી અને સપક્ષના અસહ્ભાવમાત્રથી જો બે પ્રમાણો ભિન્ન ભિન્ન કરશો તો તે જ પ્રમાણે પક્ષધર્મતા યુક્ત હોય તે અનુમાન કહેવાય છે તેનાથી રહિત એટલે કે પક્ષધર્મતારહિત એવા અનુમાનને (અનુમાનપ્રમાણ ન કહેતાં) પ્રમાણાન્તર માનવું જોઈએ.
એક જ અનુમાનપ્રમાણ હોવા છતાં જ્યાં સપક્ષનો સદ્ભાવ હોય ત્યાં અનુમાન, અને જ્યાં સપક્ષનો અસદ્ભાવ હોય ત્યાં અર્થાપત્તિ એમ ભિન્ન પ્રમાણ તમે મીમાંસકોએ જેમ સ્વીકાર્યુ, તેવી જ રીતે એક જ અનુમાનપ્રમાણમાં જ્યાં પક્ષધર્મતા સહિત અનુમાન હોય તે અનુમાનપ્રમાણ, અને જ્યાં પક્ષધર્મતા રહિત અનુમાન હોય ત્યાં એક અલગ જુદું પ્રમાણ કહેવું પડશે, અને જો એમ કહેશો તો પ્રમાણષટ્કનો નિયમ રહેશે નહીં, અધિક થઈ જશે, માટે કાં તો અર્થાપત્તિનો અનુમાનમાં સમાવેશ સ્વીકારી લો અથવા પક્ષધર્મતા રહિત અનુમાનને પણ અલગ પ્રમાણાન્તર માની અધિક પ્રમાણ માની લો.
મીમાંસક હે જૈન ! પક્ષધર્મતાથી વ— એવું કોઈ અનુમાન જ હોતું નથી કે જેથી અમારે પ્રમાણાન્તર માનવાનો પ્રસંગ આવે. કોઈપણ અનુમાનમાં (૧) પક્ષધર્મતા, (૨) સપક્ષસત્ત્વ (૩) વિપક્ષ અસત્ત્વ (૪) અબાધિતવિષયત્વ અને (૫) અસત્પ્રતિપક્ષત્વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org