________________
૨ ૪૪
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા पित्रोश्च ब्राह्मणत्वेन, पुत्रब्राह्मणताऽनुमा । सर्वलोकप्रसिद्धा न पक्षधर्ममपेक्षते ॥
રૂતિ મફેર સ્વયમાથાનાત્ ભૂયોદર્શનને બદલે હવે “વિપક્ષમાં અનુપલંભ” એટલે કે સાધ્યના અભાવમાં સાધકનું ન હોવું એવા બીજા પક્ષરૂપ પ્રમાણાન્તરથી અન્યથાનુપપદ્યમાનતા જણાય એમ જો કહેશો તો, અર્થાત્ સારાંશ એ છે કે જ્યાં જ્યાં સાધક (હેતુ) હોય ત્યાં ત્યાં સાધ્ય હોય જ એવા પ્રકારના અન્વયવ્યાતિરૂપ ભૂયોદર્શનને અન્યથાનુપપત્તિનો ગમક માનવામાં ઉપર જણાવ્યા મુજબ દોષો દેખાવાથી કંટાળીને હવે તમે કદાચ એમ કહો કે વિપક્ષમાં (સાધ્યાભાવમાં) સાધકનો (હેતુનો) અનુપલંભ એ રૂપ વ્યતિરેકવ્યાપ્તિ અન્યથાનુપપત્તિનો ગમક છે, એમ જો કહો તો -
અમે તમને પુછીએ છીએ કે આ “અન્યથા અનુપલંભ” અનિશ્ચિત હોતો છતો અવિનાભાવનો (અન્યથાનુપપત્તિનો) ગમક બને કે નિશ્ચિત હોતો છતો અવિનાભાવનો ગમક બને? જ્યાં જ્યાં વિપક્ષ (સાધ્યાભાવ) હોય ત્યાં ત્યાં ગમે ત્યાં એકાદ જગ્યાએ પણ) સાધકનો (હેતુનો) અનુપલંભ હોય, પરંતુ સર્વત્ર નક્કી અનુપલંભ જ હોય એવો નિયમ નહીં, તે પ્રથમ અનિશ્ચિત પક્ષ અને વિપક્ષમાં સર્વત્ર સાધકનો અનુપલંભ જ હોય તે બીજો નિશ્ચિત પક્ષ. હવે આ બે પક્ષોમાંથી કહો - તમે કયો પક્ષ સ્વીકારો છો? - જો પ્રથમ “અનિશ્ચિત” પક્ષ સ્વીકારશો તો તપુત્રત્વ આદિ હેત્વાભાસમાં પણ સાધ્યના ગમક થવાની આપત્તિ આવશે, મિત્રા નામની એક સ્ત્રીને આઠ પુત્ર છે, સાત શ્યામ છે. આઠમો પુત્ર શ્વેત છે અને આઠમાને આશ્રયી આ અનુમાન છે.
મયં સટ્ટ: પુત્ર, શ્યામ:, તપુત્રીત્ (અર્થાતુ મિત્રાપુત્રત્વ) અહીં પ્રથમના સાત પુત્રોમાં શ્યામત્વ સાધ્યની સાથે વ્યાપક એવી અને આઠમા પુત્રમાં તપુત્રત્વ હેતુ હોવા છતાં અવ્યાપક એવી શાપ નામની ઉપાધિ હોવાથી આ હેતુ વ્યાપ્યત્વાસિધ્ધ છે, અને વ્યાપ્યત્વાસિધ્ધ હેત્વાભાસ બનવાથી સાધ્યનો ગમક બની શકે નહીં, છતાં તમે એવો પક્ષ સ્વીકાર્યો છે કે જો વિપક્ષમાં અનુપલંભ અનિશ્ચિત હોય તો પણ હેતુ સાધ્યનો ગમક બને છે, તો પછી તપુત્રત્વ હેતુ પણ સાધ્યનો ગમક બની જશે, કારણ કે શ્યામાભાવરૂપ વિપક્ષ અન્ય સ્ત્રીઓના રૂપાળા પુત્રો પણ છે અને આ આઠમો પુત્ર પણ છે. આ બન્ને વિપક્ષોમાંથી પ્રથમ વિપક્ષમાં (બીજી સ્ત્રીઓના રૂપાળા પુત્રોમાં) હેતુનો અનુપલંભ છે. અને બીજા વિપક્ષમાં (વિવક્ષિત આઠમા પુત્રમાં) હેતુનો અનુપલંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org