________________
૨ ૩ ૪
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
(૧) પ્રવૃત્તિનિમિત્ત અને (૨) વ્યુત્પત્તિનિમિત્ત એમ બે પ્રકારનાં નિમિત્ત હોય છે. જે શબ્દનો જેટલો વાચ્ય અર્થ થતો હોય તેટલા અર્થમાં જ તે શબ્દ વપરાય તેને વ્યુત્પત્તિનિમિત્ત કહેવાય છે, જેમ કે વેદ્યતે ત વેનીયમ્ જે કર્મ વેદાય તે વેદનીય, આ અર્થ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો વેદાતાં હોવાથી વ્યુત્પત્તિનિમિત્તતાના આધારે આઠે કર્મોને વેદનીય કહેવાય છે, પરંતુ વેદનીય શબ્દની પ્રવૃત્તિ વેદનીય નામના ત્રીજા કર્મમાં જ થાય છે તેથી “સુખ-દુઃખ રૂપે જે વેદાય તે વેદનીય” આવા પ્રકારની પ્રવૃત્તિનિમિત્તતા લઈને અર્થ કરવામાં આવે છે. જેથી ત્રીજા કર્મમાં જ અર્થ સંભવે છે તેની જેમ અહીં પણ લિ શબ્દનો અર્થ જો આંખ કરીએ તો તે અર્થ વ્યુત્પત્તિનિમિત્તાવાળો થાય છે અને ક્ષ = શબ્દનો અર્થ ચક્ષુ ન કરતાં ચક્ષુથી થતો સ્પષ્ટબોધ અર્થાત્ સ્પષ્ટત્વ અર્થ કરીએ તો તે પ્રવૃત્તિનિમિત્તતાવાળો અર્થ છે. સૂત્રકારે પણ પ્રત્યક્ષનો અર્થ સ્પષ્ટજ્ઞાન કરેલો છે. તેથી અહીં જો પ્રવૃત્તિનિમિત્ત એવું તે સ્પષ્ટત લેવામાં આવે તો તે સ્પષ્ટત્વ તત્રાપ માન = તે સ્પાર્શન-રાસન આદિ શેષ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનમાં પણ હોવાના કારણે તે પ્રત્યક્ષશબ્દની વાટ્યતા શેષ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષમાં પણ ઘટી શકશે, કારણ કે અમે અહીં જે મક્ષ શબ્દ લેવાનું કહ્યું છે. તે વ્યુત્પત્તિનિમિત્તતા પુરતું જ કહ્યું છે, એટલે કે વ્યુત્પત્તિ બનાવવા પુરતો જ ક્ષ શબ્દ લેવાનું અમારાવડે કહેવાય છે, પરંતુ અર્થ તો પ્રવૃત્તિનિમિત્તતારૂપ સ્પષ્ટત વડે જ લેવાનો છે, જેથી સ્પાર્શનાદિ પ્રત્યક્ષમાં પણ વાચ્યતાની અનુત્પત્તિ થતી નથી. - જો એમ ન કહીએ અને ગત શબ્દને બદલે મક્ષ શબ્દ લઈએ અને તપુરૂષ સમાસ કરીએ તો પણ એકલી વ્યુત્પત્તિનિમિત્તતા જ માત્ર લેવામાં આવે તો નિજિયપ્રત્યક્ષી = માનસ પ્રત્યક્ષને “પ્રત્યક્ષ' શબ્દની વાચ્યતા (તરસ્ત્રા) = સંગત કેમ થશે? કારણ કે જો કેવળ વ્યુત્પત્તિનિમિત્ત જ પકડવામાં આવે તો સમક્ષ શબ્દ લઈશું તો પણ કક્ષ એટલે ઇન્દ્રિય અર્થ થતો હોવાથી પાંચ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ આવશે, માનસપ્રત્યક્ષ તો તે પ્રત્યક્ષશબ્દમાં આવશે જ નહીં અને જો તે લેવું હોય તો સૂત્રકારને પણ આ શબ્દ લેવા છતાં અને તપુરૂષ સમાસ કરવા છતાં ઇન્દ્રિય અર્થને છોડીને સ્પષ્ટત્વ એવું પ્રવૃત્તિનિમિત્ત જ લેવું પડે છે. અન્યથા અનિન્દ્રિય પ્રત્યક્ષમાં પ્રત્યક્ષ-શબ્દવાચ્યતા યુક્તિયુક્ત થાય નહીં, તેની જેમ અમે પણ અક્ષિ શબ્દ વ્યુત્પત્તિનિમિત્ત પુરતો જ લઈશું. પરંતુ અર્થ તો પ્રવૃત્તિનિમિત્તતારૂપ સ્પષ્ટત્વવડે જ કરીશું. તો કંઈ દોષ આવશે નહીં તો શા માટે સૂત્રકારે લિ શબ્દ ન લેતાં મક્ષ શબ્દ લીધો છે ? અને અવ્યવીભાવ સમાસ ન કરતાં તપુરૂષ સમાસ કર્યો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org