________________
અને (૭) અશોકચંદ્ર. આ સાતમાં ત્રીજા નંબરના પરમમિત્ર જે સોમચંદ્ર, તે સંભવ છે કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી હોય, કારણ કે આચાર્ય બન્યા પહેલાં તેમનું નામ સોમચંદ્ર હતું. તેઓ નાની ઉંમરથી જ પરમવિદ્વાન હતા અને વાદિદેવસૂરિજી ઉપર અતિ બહુમાનવાલા હતા - તેઓના જીવનચરિત્રમાં પ્રભાવક ચરિત્રશ્લોક ૨૫૧માં કહ્યું છે કે –
यदि नाम कुमुदचन्द्रं, नाजेष्यद्देवसूरिरहिमरुचिः ।
कटिपरिधानमधास्यत कतमः श्वेताम्बरो जगति ॥२५१॥ વાદિદેવસૂરિજીનો જન્મ ૧૧૪૩માં, અને હેમચંદ્રાચાર્યજીનો જન્મ ૧૧૪પમાં થયેલ છે એટલે વાદિદેવસૂરિજીને આચાર્યપદના પૂર્વકાલમાં અર્થાત્ રામચંદ્રજી નામધારકાવસ્થામાં હેમચંદ્રાચાર્યજી પણ લઘુવયસ્ક અને સોમચંદ્ર નામધારકાવસ્થાવાળા સંભવી શકે છે. અને બંને મહાવિદ્વાનું હોવાથી પરમમિત્ર પણ સંભવી શકે છે.
તેઓને શ્રીભદ્રેશ્વરસૂરિ, શ્રી રત્નપ્રભસૂરિ અને શ્રીમાણેક્યસૂરિ આ વિદ્વાન્ - તર્કશિરોમણિ, ન્યાયશાસ્ત્રનિપુણ એવા ત્રણ આચાર્યો શિષ્ય હતા. તેમાંના પ્રથમના બે આચાર્યોએ સ્યાદવાદરત્નાકરની રચનામાં તેઓને ઘણી સહાયતા કર્યાનો ઉલ્લેખ તે ગ્રંથમાં જ છે. તથા આ ત્રણમાંના બીજા નંબરના શ્રી રત્નપ્રભસૂરિજીએ તો સમુદ્ર સમાન આ સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ માટે આ રત્નાકરાવતારિકા નામની લઘુ ટીકા બનાવી છે. તેમનો શિષ્યગણ વિદ્વાન્-વિદ્યાવ્યસની, ચારિત્રસંપન્ન અને વિવિધ કાર્યો દ્વારા જૈનશાસનનો પ્રભાવક હતો. પ્રમાણનયતત્તાલોક અને સ્યાદ્વાદરસ્નાકર
પ્રમાણ” અને “નયો” ને સમજાવનારો આ ગ્રન્થ છે. તત્ત્વાર્થસૂત્રની જેમ “સૂત્રાત્મક” ઢબે સંસ્કૃત ભાષામાં લખાયેલા આઠ પરિચ્છેદ રૂપે ૩૭૯ સૂત્રોનો બનેલો આ ગ્રન્થ છે. જે જે | વિષયોમાં ઈતરવાદીઓની સાથે વાદસ્થાનો આવે છે. તે તે વિષયોમાં ત્યાં ત્યાં સત્યવાત પ્રગટ કરતો પ્રતિવાદીઓની મિથ્યા માન્યતાઓનું ખંડન કરતો (વ્યંગાત્મક ભાવે) શબ્દપ્રયોગ કરી સૂત્રરચના કરેલી છે. અને પછી ટીકામાં પૂર્વપક્ષ યુક્તિપૂર્વક રજુ કરીને તેનું ખંડન કર્યું છે. બૌદ્ધ-સાંખ્ય-ન્યાય-વૈશેષિક-મીમાંસક અને ચાર્વાક એમ સર્વ ઈતરદર્શનોની પ્રસંગે પ્રસંગે આવતી તમામ સૂક્ષ્મદષ્ટિઓને તેઓના શાસ્ત્રોમાંથી સયુક્તિક ટાંકીને પ્રતિસ્પર્ધી નિર્દોષ દલીલોના પ્રહારો વડે નિરસ્ત કરેલી છે. સ્ત્રીમુક્તિ અને કેવલિમુક્તિનો નિષેધ કરતી દિગંબર સંપ્રદાય માન્ય માન્યતાનું પણ સચોટ યુક્તિપૂર્વક નિરસન કરેલું છે. પ્રમાણનું લક્ષણ (સ્વરૂપ) સમજાવી, પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદ રૂપે તેનું વર્ણન કરેલ છે. આ ગ્રન્થના ૮ પરિચ્છેદ છે. જેમાં નીચે મુજબ વિષયોની અપૂર્વ રચના છે.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org