________________
એક વખત શ્રીદેવસૂરિજી કર્ણાવતીમાં ચાતુર્માસ રહ્યા. તે વખતે તે શહેરમાં કુમુદચંદ્ર નામના દિગંબર ભટ્ટારક ત્યાં હતા. તેમણે શ્રીદેવસૂરિજીની અનેક પ્રકારે છેડછાડ કરી. તો પણ શ્રીદેવસૂરિજી સમભાવમાં રહ્યા. પરંતુ જ્યારે કુમુદચંદ્ર ભટ્ટારકે મર્યાદા મુકી એક જૈન શ્વેતાંબર વૃદ્ધ સાધ્વીને હેરાન કર્યા ત્યારે સાધ્વીજીએ દેવસૂરિજીને ઠપકો આપ્યો કે તમે જ્ઞાની અને વિદ્વાનું ગામમાં હોવા છતાં દિગંબર ભટ્ટારક શ્વેતાંબરોની અને તેમાં સાધ્વીની વિડંબના કરે તે કેમ ચાલે? શ્વેતાંબરોનો પરાભવ અને વિડંબના કરતા કુમુદચંદ્રને જોઈને શ્રીવાદિદેવસૂરિજીએ પાટણમાં સિદ્ધરાજની સભામાં “કુમુદચંદ્ર”ની સાથે મોટો વાદ કર્યો. તેનો પરાભવ કરી ત્યાં વિજય પ્રાપ્ત કર્યો. આ વાદ ૧૧૮૧માં થયો. કુમુદચંદ્ર દ્રવ્યથી ગાંગિલમંત્રીને પોતાના પક્ષમાં કર્યો હતો. દેવસૂરિજીને થાડ અને નાગદેવે દ્રવ્યવ્યય માટે વિનંતી કરી હતી. પરંતુ ગુરૂજીએ આ કાર્ય માટે દ્રવ્યવ્યયની ના પાડી. કુમુદચંદ્રના પક્ષમાં ત્રણ કેશવ સભાસદ હતા. દેવસૂરિજીના પક્ષમાં ભાનુ અને મહાકવિ શ્રીપાલ નામના વિદ્વાનો પક્ષકાર હતા. રાજયસભામાં મહર્ષિ, તથા ઉદયસાગર અને રામ નામના ત્રણ વિદ્વાનો સલાહકાર હતા. શ્રી દેવસૂરિજીના આ વિજયની પૂ. શ્રીહેમચંદ્રાચાર્યજીએ તથા શ્રીચંદ્રસૂરિ આદિ આચાર્યોએ ભૂરિ ભૂરિ પ્રશંસા કરી છે.
શ્રી વાદિદેવસૂરિજીએ કેટલા ગ્રન્થોની રચના કરી તે જાણવા મળ્યું નથી. પરંતુ મહાપ્રભાવક અને અન્ય દર્શનોની લગભગ સર્વ અસત્ય માન્યતાઓનું પરિપૂર્ણ રીતે અકાઢ્યયુક્તિ બલવડે પરામર્જન કરનારો “પ્રમાણનયતત્ત્વાલક” તથા તેના ઉપર તેના મર્મને સમજાવતી
સ્યાદ્વાદરત્નાકર” નામની સુંદર અદ્વિતીય સ્વોપજ્ઞ મહાટીકા બનાવી છે. જેનું સવિશેષ વર્ણન હમણાં લખાશે. વાદિ કુમુદચંદ્રની સાથેના વાદમાં મળેલા વિજયથી પ્રસન્ન થયેલા રાજાએ આપેલા તુષ્ટિદાનથી શ્રી દેવસૂરિજીની આજ્ઞા મુજબ સિદ્ધરાજે સુંદર ચૈત્ય બનાવ્યું અને તેમાં ચાર આચાર્યોની સાક્ષીમાં ૧૧૮૩માં શ્રી વાદિદેવસૂરિજી પાસે ઋષભદેવ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
આ રીતે આકાશમાં જેમ મેઘ ગર્જના કરે, તેમ વાદીઓ વચ્ચે અસ્મલિત ગર્જના કરતા અને તેના દ્વારા જૈનશાસનની વિજયપતાકા ફરકાવતા, નિરભિમાની અને નિઃસ્પૃહ એવા શ્રી વાદિદેવસૂરિજી ત્રાસી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિક્રમ સંવત ૧૨૨૬ શ્રાવણ વદી ૭ ગુરૂવારે સ્વર્ગવાસી થયા. (કાલધર્મ પામ્યા). તેમનો ૧૧૪૩માં જન્મ, ૧૧૫રમાં ૯ વર્ષની વયે દીક્ષા, ૧૧૭૪માં ૩૧ વર્ષની વયે આચાર્યપદ, ૧૧૮૧માં કુમુદચંદ્રની સાથે વાદ અને વિજય, ૧૧૮૩માં ઋષભદેવપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને ૧૨૨૬માં કાલધર્મ પામ્યા. આ પ્રમાણે ઇતિહાસ જાણવો.
પૂ. આ. વાદિદેવસૂરિજીને આચાર્ય બન્યા પહેલાં મહાવિદ્વાનું એવા સાત પરમમિત્રો હતા. (૧) વિમલચંદ્ર, (૨) હરિચંદ્ર, (૩) સોમચંદ્ર, (૪) પાચંદ્ર, (૫) કુલભૂષણ, (૬) શાન્તિચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org