________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
૯૯
તે “અર્થપ્રાપકતા' પણ પ્રવર્તકતાની સાથે વ્યાપ્ત છે. જે જ્ઞાન તે તે પદાર્થના ગ્રહણમોચન તરફ આત્માને પ્રવૃત્તિ કરાવે તો જ તે જ્ઞાન અને તે વચન સાચું અર્થપ્રાપક ગણાય. જે જ્ઞાન પદાર્થના ગ્રહણ-મોચન તરફ આત્માને પ્રવૃત્તિ ન કરાવે અર્થાતુ અપ્રવર્તક હોય તે જ્ઞાન અને ઝાંઝવાના જલમાં બોલાતું આ જલ છે. આવું વચન (નિર્વિષયકજ્ઞાનની જેમ) સાચું અર્થ પ્રાપક પણ કહેવાતું નથી. જેમ તે ઝાંઝવાના જળનું જ્ઞાન અને વચન તે જળ લેવા માટે પ્રેરણા આપતું નથી માટે અર્થનું અપ્રાપક જ કહેવાય છે. તે પ્રવર્તકપણું પણ ‘વિષયોપદર્શકત્વની' સાથે વ્યાપ્ત છે. જે જે જ્ઞાન કરીને અને વચનો સાંભળીને પદાર્થ તરફ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરી. પરંતુ જો તે જ્ઞાન અને વચન પ્રમાણે પદાર્થ જણાય, વિષયનું ઉપદર્શન થાય. આ સર્પ છે એમ જાણીને પ્રવૃત્તિ કરતાં ત્યાં સર્પ જ જણાય તો જ તે જ્ઞાન અને તે વચન સાચું યથાર્થ અર્થપ્રાપક અને પ્રવર્તક કહેવાય છે. પોતાના વિષયને જણાવતું છતું જ પ્રવતર્કત્વ' ના વ્યવહારને પામે છે. કારણકે જ્ઞાન એ અમૂર્ત છે. આત્માનો ગુણ છે. તે કંઈ પુરૂષને હાથ પકડીને પ્રવર્તાવતું નથી. પરંતુ પોતાના વિષયને જણાવતું છતું પ્રવર્તક અને અર્થપ્રાપક કહેવાય છે. છેલ્લેથી વિચારીએ તો જે જ્ઞાન અને જે વચન વિષયોપદર્શક = વિષયને જણાવનાર હોય તે જ પ્રવર્તક હોય, જે પ્રવર્તક હોય તે જ અર્થપ્રાપક હોય, જે અર્થપ્રાપક હોય તે જ અવિસંવાદી હોય, અને જે અવિસંવાદી હોય તે જ પ્રમાણ કહેવાય છે. સારાંશ કે જે વચન વિષયોપદર્શક બને તે જ વચન પ્રમાણ કહેવાય છે.
तत्रेदं चर्च्यते - किं दर्शनस्य व्यवसायोत्पत्तौ सत्यां विषयोपदर्शकत्वं संजायेत, समुत्पन्नमात्रस्यैव वा संभवेत् ? प्राचिकविकल्पे, विकल्पकाले दर्शनस्यैव विनाशात् क्व नाम विषयो पदर्शक त्वं व्यवतिष्ठते ? द्वितीयकल्पनायां पुनः किमनेन कृतक्षौरनक्षत्रपरीक्षाप्रायेण पश्चात्प्रोल्लसता नीलादिविकल्पेनाऽपेक्षितेन कर्तव्यम् । तमन्तरेणापि विषयोपदर्शकत्वस्य सिद्धत्वात् । तथा च “यत्रैव जनयेदेनां तत्रैवास्य प्रमाणता" इति राद्धान्तविरोधः । व्यवसायं विनैव विषयोपदर्शकसद्भावे प्रामाण्यस्यापि तं विनैव भावात्, तन्मात्रनिमित्तत्वात् तस्य, कथं चैवं क्षणक्षयस्वर्गप्रापणशक्त्यादावपि दर्शनस्य विषयोपदर्शकत्वं न प्रसज्यते ?!
- બૌધ્ધ ઉપર કહેલી વાત હવે સૂક્ષ્મ રીતે ચર્ચાએ છીએ - દર્શન એટલે જે નીલાદિ દર્શન રૂપ નિર્વિકલ્પજ્ઞાન થાય છે તેમાં તે નીલાદિદર્શન થયા પછી જ્યારે “આ નીલાદિ જ છે. ઈતર એવાં પીતાદિ નથી' એવા પ્રકારનો વ્યવસાય (વિકલ્પ-નિર્ણય) ઉત્પન્ન થયે છતે પછી વિષયોપદર્શકતા શું આવે? કે તે નિર્વિકલ્પકજ્ઞાનસ્વરૂપ નીલાદિદર્શન ઉત્પન્ન થતાં, તેની સાથે જ માત્ર વિષયોપદર્શકતા સંભવે ? સારાંશ કે વિષયોપદર્શકતા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org