________________
૯૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
- હવે બૌધ્ધો જૈનોના અનુમાનમાં “અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે એવો દોષ આપે છે. તેઓ કહે છે કે તમારું જૈનોનું જે અનુમાન છે - તત્ (પ્રમાdi) વ્યવસાયર્વમાવF, સમીપપપરિપસ્થિત્વતિ, પ્રમાત્રિી વી. આ અનુમાનમાં કહેવાયેલા બન્ને હેતુઓ સાધ્યની સાથે તો વ્યાપ્ત છે જ પરંતુ સાધ્યના અભાવની સાથે પણ વ્યાપ્ત છે. જેથી અનેકાન્તિક હેત્વાભાસ થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણ છે. તે બેમાંથી જે પરોક્ષપ્રમાણ છે તે તો ઉપરોક્ત સાધ્ય અને હેતુ યુક્ત હોવાથી વ્યાપ્તિ બરાબર છે પરંતુ પ્રત્યક્ષ નામનું જે પ્રમાણ છે તે નિર્વિકલ્પક હોવાથી વ્યવસાયશૂન્ય છે. વ્યવસાયાત્મક નથી. ફક્ત તેમાંથી કાલાન્તરે સંસ્કાર અને સ્મરણ ઉત્પન્ન થતાં હોવાથી તે કાળાન્તરે વ્યવસાયને ઉત્પન્ન કરનાર છે. તેથી વ્યવસાયાત્મક નથી પરંતુ વ્યવસાયજનક છે. છતાં બન્ને હેતુઓ તેમાં વર્તે છે. માટે સાધ્યાભાવવત્ વૃત્તિ હોવાથી હેતુ અનૈકાન્તિક છે એમ નક્કી થાય છે -
ટીકાર્ય :- બૌધ્ધ કહે છે કે સમારોપપરિપસ્થિત્વ અને પ્રમાણત્વ આ બન્ને હેતુની વ્યાપ્તિ વ્યવસાયસ્વભાવત્વની સાથે ઘટી શકતી નથી. કારણ કે તે વ્યવસાય સ્વભાવત્વના અભાવમાં પણ વ્યવસાયજનકત્વ માત્રની સાથે તે બન્ને હેતુઓનુ કવચિત્ હોવાપણું માનવામાં કોઈ વિરોધ નથી. અનુમાન નામનું જે બીજુ પ્રમાણ છે. તે તો વ્યવસાય સ્વભાવાત્મક (સાધ્યયુક્ત) હોતે છતે સમારોપપરિપબ્ધિ અને પ્રમાણ છે. (હેતુ યુક્ત છે જ, પરંતુ પ્રત્યક્ષ નામનું જે પ્રમાણ છે તે નિર્વિકલ્પક છે માટે ત્યાં વ્યવસાયાત્મકતા રૂપ સાધ્ય નથી છતાં ત્યાં બન્ને હેતુ વર્તે છે. એમ માનીએ તો શું વિરોધ આવે ? કંઈ વિરોધ ન આવે માટે હે જૈન! તમારું અનુમાન અનૈકાન્તિક થાય જ છે.
જૈન :- આ બન્ને હેતુમાંથી પ્રથમ પ્રમાત્વિ' હેતુની વ્યાપ્તિ વિષયક ચર્ચા બતાવાય છે . ખરેખર બૌધ્ધો “અવિસંવાદિ વચનને પ્રમાણ કહે છે. જે વચન પૂર્વાપર વિસંવાદ વિનાનું હોય તે અવિસંવાદિવચન કહેવાય છે અને તે જ વચન પ્રમાણ છે. અવિસંવાદકત્વ અર્થપ્રાપકતાની સાથે વ્યાપ્ત છે. જે જે વચન અર્થની પ્રાપ્તિ કરાવે. જેવું વચન બોલીએ તેવો જ અર્થ (પદાર્થ) સામે પ્રાપ્ત થાય તો જ તે વચન અર્થપ્રાપક હોવાથી “અવિસંવાદી કહેવાય છે. જે વચન અર્થનું અપ્રાપક હોય તે વચન “અવિસંવાદિવચન' કહેવાતું નથી. જેમ કે નિર્વિષયક જ્ઞાન = અર્થાતુ ઝાંઝવાના જળમાં જળ વિના જે જલબુધ્ધિ થાય છે. અને રૂદ્ધ નવ આવું નિર્વિષયક જે વચન બોલાય છે તેનું જ્ઞાન થવા છતાં જળ પદાર્થની પ્રાપ્તિ થતી નથી. માટે તે વચન અવિસંવાદી કહેવાતું નથી. તેવી જ રીતે જે વચન અર્થનું અપ્રાપક હોય તે વચન “અવિસંવાદી' કહેવાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org