________________
૭૪
_ _
ચોદ ગુણસ્થાન જે છો કદી પણ મોક્ષભાવ પ્રાપ્ત કરવાના નથી તે અભ અને જાતિ ભવ્યને સદાય મિથ્યાત્વ મેહકર્મને જ ઉદય રહે છે. છતાં અભ તે કર્મની કાંઈક લઘુતાથી ગ્રન્થિદેશ નજદીક આવે છે ત્યારે તે તીર્થકર ભગવંતના સમવસરણ સુધી જઈ શકે છે અને મુક્તિ અષપૂર્વક દેવકાદિનાં સાંસારિક સુખ માણવાની ઈચ્છાથી સદનુષ્ઠાનના રાગ વિના સાધુજીવનને આચાર પાળી શકે છે. અને ૯ મા ગ્રેવેયક સુધી પણ જઈ શકે છે. આ બધુ ય ગ્રન્થિદેશની નજદીક આવ્યા વિના બની શકતું નથી.
ક્ષપશમભાવનું સમ્યક્ત્વ ભવચક્રમાં અસંખ્ય વાર આવે છે અને ચાલી જાય છે. પરંતુ એકવાર પણ જે જીવ સભ્યત્વ પામી જાય છે તેને સંસાર અર્ધપુદગલ પરાવર્તથી વધુ તે રહી શકતો જ નથી. એ જીવ સમ્યકત્વ ભાવથી પડીને મિથ્યાત્વ ભાવ પામે ત્યારે જગતના ભયંકરમાં ભયંકર પાપ કરે તે પણ તેને સંસાર અર્ધ પુદ્ગલ પરાવર્તથી વધી શકતું નથી. આવા પાપિ ન કરનાર પતિત સમ્યકત્વી જીવ તે ચેડા કાળમાં જ સંસારને અન્ત આણ શકે છે.
મતાંતરે : સમ્યક્ત ભાવ પ્રાપ્ત કરવા સંબંધમાં મતાંતર છે.
કર્મગ્રન્થને અભિપ્રાય એવો છે કે ૧ લી ૪ વાર સમ્યકત્વ. પતિત થઈને મિથ્યાત્વ ભાવ પામે પછી પણ ત્યાં રહીને મિથ્યાત્વની ૭૦ કે. કે. સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે છે, પણ ઉત્કૃષ્ટ રસ બાંધતે નથી.
- જ્યારે આ અંગે સિદ્ધાન્તને અભિપ્રાય એવો છે કે સમ્યક્ત્વથી પડેલે જીવ મિથ્યાત્વ ભાવ પ્રાપ્ત કરે ત્યારે ત્યાં રહીને પણ તે ફરી. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ બાંધો નથી.
ગમે તેમ હોય પણ એક અન્તર્મુહૂર્ત માત્ર પણ જે સમ્યકત્વ, ભાવને સ્પર્શી જાય છે તેને સંસાર વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તથી વધુ હેઈ શકતો નથી. વળી સમ્યકત્વ ભાવવાળે મનુષ્ય જે તે ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org