________________
ચોદ ગુણસ્થાન
૬૩ ત્યાં સુધી એક અન્તર્મદને કાળ એ અપૂર્વકરણ કહેવાય છે. પણ આ કાળને તારતમ્યવાળું કરણ એટલે કે નિવૃત્તિવાળું (નિવૃત્તિતારતમ્ય) કરણ કહેવાય છે.
હવે અપૂર્વ સ્થિતિઘાતાદિ તે ચાલુ જ છે પણ જે સમયથી એકસાથે તે જ પરસ્પરના તારતમ્ય વિનાના અધ્યવસાયવાળા–એટલે કે સરખા અધ્યવસાયવાળા બની જઈને આગળ આગળના સમયમાં પસાર થતા જાય છે તે સમયથી તે જીવે અનિવૃત્તિકરણમાં (પરસ્પરના અધ્યવસાયના તારતમ્ય વિનાના) કરણમાં પ્રવેશ્યા એમ કહેવાય છે. અહીં પ્રવેશતા 1 લા સમયે જે અધ્યવસાય વિશુદ્ધિ હોય છે તેના કરતાં અનંતગણું વિશુદ્ધિ ઉત્તરોતર સમયે સાથે પ્રવેશેલા બધા જીવોની એકસરખી રીતે વધતી જ જાય છે. પણ એમાં પરસ્પરની વિશુદ્ધિમાં જરા ય ઓછાં–વત્તાપણું થતું નથી. માટે જ આ કરણને અનિવૃત્તિકરણ કહેવાય છે. આ અનિવૃત્તિકરણ પણ એક અન્તર્મુહૂર્તના સમય જેટલું જ હોય છે.
અનાદિ સંસારમાં સર્વજીવે અનંતા યથાપ્રવૃત્તિકરણ કર્યા છે. પરંતુ તેમાં જે અપૂર્વકરણ કરે તેને તે અપૂર્વકરણની પૂર્વનું છેલ્લું યથાપ્રવૃતિકરણ એક અન્તમુહુર્તનું થાય. પછી એક અન્તર્મુહૂર્તનું અપૂર્વકરણ થાય. અને પછી એક અન્તર્મુહૂર્તનું અનિવૃત્તિકરણ થાય.
અનાદિની તીવ્ર મંદ મિથ્યાત્વનું છેલ્લું યથા- | મિથ્યાત્વ દશા |
પ્રવૃત્તિકરણ ||
અપૂર્વકરણ | અનિવૃત્તિકરણ
અનંતકાળ
૧. અંત મું.] ૧. અંત મું.] ૧. અંત મું.
કાળ અપૂર્વકરણના છેડે રાગ-દ્વેષની | ગ્રંથિને ભેદ | થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org