________________
આઠ ચોગદષ્ટિએ
(૧) મિત્રા-દષ્ટિ :
ચરમપુદ્ગલપરાવર્ત માં આવેલા છે દુખિતે પ્રત્યે અત્યન્ત દયાળુ, ગુણ પ્રત્યે અદ્વેષભાવવાળા અને સર્વત્ર ઔચિત્યસેવી હોય છે એ વાત પૂર્વે જણાવાઈ છે.
સહજમળની ઘણું અલ્પતા થવાથી જ આત્મા આવા ગુણે પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ દેવ-ગુર્નાદિને વિશે કુશળ ચિત્ત વગેરે ચગ-બીજાને પ્રાપ્ત કરે છે તેથી તેમને પુરુષને અવધ્ય યુગ પ્રાપ્ત થવારૂપ ગાવંચક પ્રાપ્ત થાય છે. ત્યારે સન્ક્રિયામાં અવધ્ય પ્રવૃત્તિરૂપ ક્રિયાવંચક પ્રાપ્ત થાય છે અને તેના અવધ્ય ફળની પ્રાપ્તિરૂપ ફલાવંચક પ્રાપ્ત થાય છે. ભાવમળની અલ્પતા થાય પછી સદ્દગુરુને સંગ થાય છે અને તે અવંચાગ (અવધ્યયોગ) કેટલે મહત્વનું છે તે ઉપરના અવંચકત્રયની કમિક પ્રાપ્તિથી સમજાય તેવું છે.
પૂર્વે જણાવ્યા મુજબ મિત્રાદષ્ટિમાં વર્તતે યેગી સર્વદર્શને વિશે માધ્યચ્ચ ભાવવાળ હોય છે. એટલે બળદરૂપ બનેલા પતિને મનુષ્યરૂપે બનાવવાની ઔષધેિ ખવડાવવા તેની સ્ત્રીએ જેમ બધે -ચારે ચરાવી દીધું અને તેમાં તે ઔષધિ પણ આવી જતાં તેને પતિ બળદ મટીને પુરુષ બની ગયો તેમ આ યોગીઓ પણ સર્વદર્શનના તત્વને ચારો ચરતાં શુદ્ધ તને પણ પામી જાય છે અને પિતાના આત્માની વિભાવ–દશામાંથી મુક્ત થઈને શુદ્ધ-સ્વભાવ દશા પ્રાપ્ત -કરે છે.
યોગદષ્ટિ સઝાયની ૧ લી ઢાળમાં કહ્યું છે કે,
દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરી જનને સંજીવનની, ચારે તે ચરાવે રે !...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org