________________
ચૌદ ગુણસ્થાન
ઉત્તમ કોટિનું ગ–બીજ છે. સિદ્ધાંત-લેખન પણ વિધિપૂર્વક જોઈએ, અનીતિથી ઉપાર્જિત ધનથી સિદ્ધાંત લેખન કરાવવું તે ઉચિત નથી. તેમ સિદ્ધાંત લખાવતાં કોઈ પણ આશાતના વગેરે ન થાય તે પણ જાળવવું જોઈએ. સિદ્ધાંત–લેખકને પણ સંતોષ આપ જોઈએ. સિદ્ધાંતગ્રંથ લખાઈ ગયા બાદ નગરમાં તેને સત્કાર-બહુમાન થાય તે માટે ઠાઠથી મહોત્સવપૂર્વક વરઘોડો કાઢવે જોઈએ. સિદ્ધાંતનું સારી રીતે -રક્ષણ થાય તે માટે પેટી વગેરે બનાવવાનો પ્રબંધ કરવું જોઈએ. શ્રી ગદષ્ટિની સજઝાયમાં કહ્યું છે,
“લેખન–પૂજન દાનને, શ્રુતિ વાચન ઉદ્ગ્રાહ, પ્રકાશના સ્વાધ્યાયને, ચિંતન ભાવન ચાહ.”
સિદ્ધાંતલેખનની જેમ સિદ્ધાંતનું ધૂપ–વાસક્ષેપાદિથી પૂજન પણ કરવું જોઈએ. વળી મુમુક્ષુને અથવા સત્પાત્રને એ સિદ્ધાંત-ગ્રંથનું દાન પણ કરવું જોઈએ.
જે ધર્મગ્રંથ વાંચવાને પિતાને અધિકાર હોય તેનું વિનયાદિપૂર્વક વાચન પણ કરવું જોઈએ. સદ્ગુરુના વિરહે આવા ગ્રંથનું વાચન ગુરુની બેટ પૂરી પાડનારું બને છે.
ઉગ્રહ : વિધિપૂર્વક સિદ્ધાંતનું ઉદગ્રહણ કરવું જોઈએ. અર્થાત્ શાસ્ત્ર-વાંચનને અધિકાર મેળવવા માટે શાસ્ત્રોક્ત ક્રિયા વહન કરવી જોઈએ.
પ્રકાશન : પિતાને જે બંધ થયે તેનું બીજા એગ્ય આત્મા પાસે પ્રકાશન કરવું જોઈએ. કેમ કે શ્રોતાના અનુગ્રહની બુદ્ધિથી પ્રવર્તતા વક્તાને એકાંતે લાભ થાય છે તેમ જ પિતાને ચિંતન કરવાની તક પણ મળી જાય છે.
સ્વાધ્યાય : સિદ્ધાંતને સ્વાધ્યાય કરે એટલે વાચના–પૃચ્છનાપરાવર્તન કે ધર્મકથા કરવી.
(૧) વાચના–વિનયપૂર્વક ગુરુ સમીપે સૂત્રનું વાચન લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org