________________
૩૪૪
ચૌદ ગુણસ્થાન
તે ગમે તે એક અનશન (પાદપપગમનાદિ) સ્વીકારે. આયુ દીર્ધ હોય અને શક્તિ સારી હોય તે જિનકલ્પક વગેરેમાંથી એક નિરપેક્ષ યતિધર્મ સ્વીકારે અને જંઘાબળ ક્ષીણ થયું હોય તે સ્થિરવાસ સ્વીકારે.
જે મહાત્મા જિનકલ્યાદિ સ્વીકારે તે રવચ્છને અમુક કાળ માટે એગ્ય આચાર્યની નિશ્રામાં મૂકે અને તેમની લાયકાત જુએ. જે ગ૭ભાર વહેવા માટે યોગ્ય જાણે તે પછી તે મહાત્મા પાંચ તુલના વડે પિતાના આત્માનું સામર્શ કેળવે.
૫ તુલના :
૧. તપથી: ગમે તેવા સંગમાં ૬ માસ સુધી આહાર વિના ચલાવી શકાય તેવા દેહને કેળવે.
ર. સત્વધી : ભય અને નિદ્રા ઉપર વિજય મેળવે.
૩. સૂત્રભાવનાથી : સૂરને પિતાના નામની જેમ અતિપરિ ચિત કરે. તેના પાઠથી કાળમાન જાણું લે.
૪. એકસ્વભાવનાથી : સાવ એકાન્તમાં રહી શકાય તેવા યત્ન કરશે. શરીર ઉપરનું પણ મમત્વ તેડી નાંખે.
પ. બળભાવનાથી : શરીર-મનનું બળ કેળવે. છેવટે ગમે તેવા પરિષહમાં આત્માને તે બાધ ન જ પહોંચવા દે.
આ પાંચ ભાવનાથી ભાવિત થયેલા જિનકપ જેવા બનેલા એ મહાત્મા ગચ્છમાં રહીને જ ઉપાધિ અને આહારની પરિકર્મણ કરે. (ગ્યતા કેળવે)
પછી સકળ સંઘને ભેગા કરી, સહુને ખમાવી, સ્વસ્થાને સ્થાપેલા આચાર્યને હિતશિક્ષા આપી શ્રી તીર્થકર દેવની હાજરી હેય તે તેમની પાસે અથવા શ્રી ગણધરની પાસે, અથવા ૧૪ પૂવ પાસે, તેમના પણ અભાવે ૧૦ પૂર્વે પાસે, છેવટે અશક વગેરે ઉત્તમ વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org