________________
૩૨૦
ચૌદ ગુણસ્થાન
શકાય તેમ ન હોય ત્યારે પાશ્વર્થ (શિથિલાચારી પાપસાધુ) વગેરે
જ્યાં હોય તે ક્ષેત્રમાં જઈને પણ ચારિત્રપરિણામને હાનિ ન પહોંચે તેમ તે પાર્થસ્થાદિને “વાણુથી નમસ્કાર” (મત્યએ વંદામિ-બેલારૂ૫) કરવગેરે ઔચિત્ય સાચવીને તેમના ક્ષેત્રમાં રહેવું. શાસ્ત્રમાં આ રીતે “કુવૃષ્ટિ ન્યાયે ” રહેવાનું જણાવ્યું છે. (ઉપદેશપદ. ૮૪૩)
પ્ર. ગુરુકુલવાસનું વર્ણન પૂર્વે આવી ગયું છે. તેનાથી ગચ્છવાસ જુદે છે ? જેથી તમે અહીં ગચ્છવાસને વિચાર જુદો કરે છે ?
ઉ. ગુરુકુલવાસથી એક ગુરુને વિનય વગેરે થાય તેમ ગચછવાસથી બીજાઓને પણ વિનય વગેરે થઈ શકે એમ જણાવવા ગચ્છવાસને અહીં જુદે કહ્યો છે. તાત્પર્ય એ છે કે ગુરુકુલવાસ માત્ર એક ગુરુના જ વિનયાદિથી થઈ શકે અને ગચ્છવાસથી બીજાઓના પણ વિનયાદિ થાય માટે અહીં ગચ્છવાસને જુદે જણાવ્યું.
અન્ય સાધુઓને પણ એકબીજાથી ઉપકાર થાય એ રીતે ગુરુ પાસે રહેવું તેનું નામ ગચ્છવાસ.
ગચ્છમાં રહેવા છતાં જે પિતાના દ્વારા અન્ય સાધુઓને ઉપકાર ન થાય તે તે વસ્તુત: ગચ્છવાસ ન કહેવાય.
(૨) યતિધર્મનું બીજું કર્તવ્ય (કુસંસત્યાગ): પાપમિત્રતુલ્ય પાધસ્થાદિની સાથે સમ્બન્ધ તે કુસંસર્ગ કહેવાય. તેમની સાથે રહેવાથી સંયમજીવનમાં શૈથિલ્ય આવી જાય. શ્રી આવ. નિ. (૧૧૧૧-- ૧૧૧૨)માં કહ્યું છે કે, “જેમ અશુચિ સ્થાનમાં પડેલી ચંપક પુષ્યની માળા પણ મસ્તકે ધારી શકાતી નથી. તેમ પાસત્યાદિના સ્થાનમાં. રહેલા સુસાધુ પણ અપૂજ્ય સમજવા. ચંડાળકુળમાં રહેલા ૧૪ વિદ્યાને પારગામી પણ નિન્ય ગણાય તેમ પાસત્યાદિના સંસર્ગવાળા સુવિહિત સાધુ પથ નિન્દ સમજવા.
પ્ર. એવું ન બને કે સુસાધુના સંગથી પાસત્યાદિ સાધુઓ સારા બની જાય? વળી કાચના ટુકડા સાથે વૈર્યમણિને ગમે તેટલા કાળ સાથે રાખવામાં આવે તે ય વેર્યમણિ કદી પિતાની જાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org