________________
ચૌદ ગુણસ્થાન
૩૦૨
૫ આશ્રવધિ : પ્રાણાતિપાતાદિ પાંચ આશ્ર છે. તે પાંચેય કર્મના આશ્રવ-કર્મ આવવાનાં કારણે છે. તેનાથી અટકવું તે પાંચ આશ્રવવિરતિ કહેવાય.
- ૫ ઈન્દ્રિનિગ્રહ : તે તે ઈન્દ્રિયના વિષયની રસ-લમ્પષ્ટતા - ત્યાગીને ચાસ્ત્રિજીવનના નિર્વાહ પૂરતું જ નીરસ ભાવે ખાવા-પીવા અવગેરે રૂ૫ ભેગ કરે તે ઇન્દ્રિયનિગ્રહ કહેવાય.
- ૪ કષાયજય: ઉદયમાં આવેલા ક્રોધાદિ ૪ ય કષાયને નિષ્ફળ કરવા અને સત્તામાં પડેલા હોય તેને ઉદય ન થવા દેવારૂપ પરાભવ કર.
૩ દંડ-વિરતી : આત્માને કર્મથી બાંધે તેવી મન-દંડ, વચન- દંડ અને કાયા–દંડથી પ્રવૃત્તિને અટકાવવી તે દંડત્રયવિરતિ કહેવાય.
આ વ્યાખ્યા અંગે મતાંતરે પણ છે, તે ધર્મસંગ્રહ ગ્રંથથી જોઈ લેવા.
(૪) વૈયાવચ્ચ : ૧. આચાર્ય ૨. ઉપાધ્યાય ૩. તપસ્વી ૪. નવદીક્ષિત શિક્ષક) પ. ગ્લાન ૬ સ્થવિદિ અન્ય સાધુ ૭. સમગ્ર (એક જ સમાચારીવાળા અન્યગચ્છીય) સાધુ, ૮. સંઘ ૯ કુલ ૧૦. ગણ
આ દશા વૈયાવચ્ચ કરવાના ગે વૈયાવચ્ચના પણ ૧૦ પ્રકાર થાય છે.
વૈયાવૃત્ય : ધર્મવ્યાપાર કરનાર વ્યાપૃત કહેવાય. વ્યાતપણું (વ્યાકૃતત્વ) તે વૈયાવૃત્ય કહેવાય.
આચાર્ય : જેની સહાયથી સાધુ જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારેનું આચરણ કરે અથવા સાધુ જેની સેવા કરે તે આચાર્ય કહેવાય.
આચાર્યના પાંચ પ્રકાર કહ્યું છેઃ ૧. પ્રવાજકાચાર્ય દીક્ષા આપનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org