SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૨૯૫ અને અસત્ય ન બેલાય તે રીતે મનથી સારી રીતે વિચારીને મેહના સંસ્કારને દૂર કરીને બોલવું જોઈએ. વસ્તુતઃ અસત્ય બોલવામાં મેહમૂઢતા જ કારણ છે. માટે કહ્યું પણ છે કે રાગ-દ્વેષ કે મેહથી (અજ્ઞાન) જ બેલાય તે અસત્ય જ સમજવું. આ પાંચે ય ભાવનાનું સ્વરૂપ થયું. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના : ૧. મનથી વિચારીને અવગ્રહ યાચવે. ૨. માલિકે એકવાર આપવા છતાં અવગ્રહને નિશ્ચય કરે. ૩. અમુક પ્રમાણમાં અવગ્રહને નિશ્ચય કર. ૪. સાધર્મિક પાસે અવગ્રહની યાચના કરવી. ૫. ગુજ્ઞા મળી હોય તે જ આહાર–પાણું વગેરે વાપરવા. ૧. મનથી વિચારીને અવગ્રહ યાચવાની પહેલી ભાવના : અવગ્રહ એટલે રહેવા કે વાપરવા માટે અમુક ભૂમિ-મકાન સ્થળાદિ અવગ્રહ ૫ વ્યક્તિના હોય છે. ૧. ઈન્દ્રને ૨. રાજાને ૩. ગૃહપતિને ૪. મકાનમાલિકને ૫. સાધમિકને (સાધુ). એમાં પૂર્વ પૂર્વ પ્રકારને પછીને પ્રકાર બાધિત કરે છે. અર્થાત ઉત્તર વ્યક્તિના અભાવે જ પૂર્વ પૂર્વ વ્યક્તિ પાસે અવગ્રહ યાચવાને રહે છે. પરગામથી વિહાર કરીને આવતા સાધુ ઉપાશ્રયમાં રહેલા સાધુને (પાંચમે નંબરને) અવગ્રહ માગી લે. (ઉપાશ્રયમાં ઊતરવાની રજા માગી લે તે ઈન્દ્ર-રાજા-ગૃહપતિ-મકાનમાલિકને અવગ્રહ માંગવાની જરૂર રહેતી નથી. આ રીતે ૪થાને અવગ્રહ મળતાં ૧ લા ત્રણના અવગ્રહની, ત્રીજાને અવગ્રહ મળતાં ૧ લા એના અવગ્રહની જરૂર રહે નહિ. ઇન્દ્રને અવગ્રહ : દક્ષિણ દિશાના અડધા લેકના સૌધર્મેન્દ્ર અધિપતિ છે અને ઉત્તર દિશાના લેકના ઈશાનેન્દ્ર અધિપતિ છે. આપણે જે ભારતક્ષેત્રમાં છીએ તે દક્ષિણમાં હોવાથી સૌધર્મેન્દ્રના અવગ્રહમાં ગણાઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy