________________
ચૌદ ગુણસ્થાન - આ મહાવ્રત પણ કહેવાય છે. જેની પાસે કોઈ “અકિંચન મહાવ્રત પણુ (કિંચન) દ્રવ્ય ન હોય તે અકિંચન કહેવાય. વસ્તુતઃ મૂછ એ જ પરિગ્રહ છે. કેમ કે ધન વિનાનાને ય મૂચ્છને સંકલેશ થાય છે અને સામગ્રીવાળા સ્થવિરપી મહામુનિ સર્વથા હીન હોય છે તે (સામગ્રી હોવા છતાં) ચિત્તમાં સંકલેશ થતું નથી. માટે જ ધર્મોપકરણને રાખવા છતાં મુનિઓને પોતાના શરીરમાં અને ઉપકરણાદિમાં નિર્મમત્વ હેવાથી અપરિગ્રહ કહ્યા છે. એટલે કહેવાને ભાવ એ છે કે પરિગ્રહને વસ્તુ સાથે એકાન્ત સંબંધ નથી. વસ્તુ પાસે હોય તે પણ મમત્વ ન પણ હોય એટલે પદાર્થ પાસે હવામાત્રથી પરિગ્રહ કહે તે બિલકુલ વાજબી નથી. તેવું કહેનારા દિગંબરે શરીરરૂપી પરિગ્રહને કેમ રાખે છે ? તેના હેવાથી તેની ઉપર પણ મૂર્છા ન થઈ જાય અને જે શરીર ઉપર મૂછ ન થાય તે વસ્ત્રાદિ ઉપર પણ ન જ થાય કેમ કે શરીરની મૂછથી જ આહાર–વસ્ત્રાદિ ઉપર મૂછ થાય છે. વળી જે તેઓ એમ કહે કે વસ્ત્રની જેમ શરીર ફેંકી દેવાય તેવી વસ્તુ નથી માટે તેને ત્યાગ અશક્ય છે. તે ભલે. પરંતુ તેઓ આહાર શા માટે કરે છે? આહાર તે વસ્ત્રની જેમ ત્યાગી શકાય તેવી વસ્તુ છે ને? વળી વસ્ત્ર ત્યાગથી તે લોકોમાં “નાગા” તરીકેની નિન્દા થાય છે, જ્યારે આહાર, ત્યાગથી તે તપસ્વી તરીકે પૂજા થશે. અહીં જે એમ કહે કે કર્મક્ષયની સાધના માટે શરીર જરૂરી છે અને એને ટકાવવા પૂરતી જ આહારની જરૂર રહે છે માટે મૂચ્છ વિનાના પણ આહાર થઈ શકે છે તે ચિરંજી, અમે પણ કહીશું કે કર્મક્ષયના નિમિત્તે જ વસ્ત્રાદિ ઉપકરણ રાખવા પડે છે. અહીં પણ મૂચ્છ વિના જ વસ્ત્રાદિ રાખી શકાય છે.
જે વસ્ત્રાદિ રાખવામાં ન આવે તે અહિંસાધર્મનું પાલન અને ધર્મધ્યાનાદિ અશક્ય બની જાય છે. રજોહરણ વિના જીવદયા શે પળાય ? પાત્ર વિના વસ્તુમાં આવી ગયેલ છે વગેરે શે દૂર કરાય? ગ્લાનાદિને ઉપાશ્રયમાં ગોચરી શે” લાવી અપાય? વસ વિના લજજા શે ઢંકાય? અતિ ઠંડીમાં પ્રજતા શરીરે ધર્મધ્યાન શી રીતે થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org