________________
ચૌદ ગુણસ્થાન
સમર્થ પાજ્ઞ આચાર્યની પાસે તેને ગુરુની ભલામણ થાય અને શિષ્યને ત ગુરુ (આચાર્ય) પાસે જવાની આજ્ઞા મળે પછી જ તે શિષ્ય તે આચાર્યની જ્ઞાન-દર્શન ઉપસમ્મદા સ્વીકારી શકે.
તેમાં ય જે શિષ્યના જવાથી સ્વગુરુ પાસે રહેનારે સાધુપરિવાર અપરિણત હોય કે ગુરુ પાસે અન્ય સાધુપરિવાર ન હોય તે, શિષ્ય ઉપસર્પદાની અનુજ્ઞા માગવી જોઈએ નહિ. છતાં કઈ શિષ્ય અનુજ્ઞા લઈને જાય તે પણ બીજા આચાર્ય તેને સ્વીકારી શકે નહિ.
વળી ગુરુએ જે આચાર્યની પાસે જવાની આજ્ઞા કરી હોય તે આચાર્યની પાસે ઉપસમ્મદા સ્વીકારતી વેળાએ તે આચાર્યો આગન્તુકની અને આગન્તુકે આચાર્યની પરીક્ષા કરવી જોઈએ.
જેમ કે આગન્તુક સાધુ ત્યાંના સાધુઓ ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરતા હેય તે તેમને સન્માર્ગમાં પ્રેરે, તે વખતે તેઓ “મિ દુક્કડં આપે અને પુન: ભૂલ કરે, પુનઃ સમજાવે અને ન માને અથવા ત્રણથી વધુ વાર થતાં ગુરુને કહે. જે ગુરુ તેમના શિષ્યને પક્ષ લે તે તે ગુરુ (આચાર્ય) પણ શિથિલ (શીતલ) છે એમ માનીને આગન્તુક સાધુ ત્યાં ન રહે અને જે ગુરુ શિષ્યને પક્ષ ન લઈને તેમને સમજાવવા યત્ન કરે તે આગતુક ત્યાં રહે. આ રીતે આચાર્ય પણ કઠેર વચનાદિ કહેવા વડે આગન્તુકની પરીક્ષા કરે. જે આગન્તુક તે વચને સાંભળીને પણ વિનય-મર્યાદાને લેપ ન કરે તે આચાર્ય તેને સ્વીકારે.
આ રીતે પરસ્પર બેયની યોગ્યતા જણાયા પછી આચાર્યને શિષ્ય કહે કે, “અમુક શ્રુતથી બાકી રહેલે અભ્યાસ અમુક કાળ સુધીમાં કરવા માટે આપની પાસે આવ્યો છું ઈત્યાદિ.”
આભાવ્ય પ્રકરણ : આભાવ્ય વ્યવહારનું આગન્તુક શિષ્ય પાલન કરવું જોઈએ. આભાવ્ય વ્યવહાર એટલે શિષ્ય કે વસ્ત્રાપાત્રાદિ-સચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org