________________
૨૬૫
ચંદ ગુણસ્થાન
શ્રી પંચાશકછ (૧૧-૭)માં કહ્યું છે કે, “ગુરુ પ્રત્યે સમર્પિતભાવ એ જ જ્ઞાન અને શ્રદ્ધા એનામાં જ ઘટે છે. એથી જ અતિજડ એવા માષતુષ મુનિ આદિને રત્નત્રયીને સદ્દભાવ કહ્યો છે.
અહીં પ્રસંગતઃ ભાવયતિના લિંગે જોઈએ.
શ્રી ધર્મરત્ન પ્રકરણના આધારે આ લિંગ જોઈશું. ભાવસાધુનાં લિંગ :
૧. પ્રતિલેખનાદિ સઘળી ક્રિયા મોક્ષમાર્ગાનુસારી હેય. ૨. ધર્મ કરવામાં દઢ શ્રદ્ધાળુ હોય. ૩. વિના યને દુરાગ્રહમાંથી બચાવી લેવાય તેટલા સરળ હોય. ૪. શાસ્ત્રોક્ત ક્રિયામાં અપ્રમાદી હેય. ૫. તપાદિ શક્યાનુષ્ઠાનમાં પ્રવૃત્તિશીલ હોય. ૬. ગુણેના દઢ પક્ષપાતી હોય.
૭. સર્વગુણમાં અગ્રેસર ગુણરૂપ ગુરુ-પારતન્યનું આરાધન કરતા હોય.
(૧) અહીં માગે આગમનને અનુસરતે અથવા બહુસંવિગ્નપુરુષોએ આચરેલ આચાર તે માર્ગ કહેવાય. બાકીનાં ૬ સિંગે - સુગમ છે.
ઉપરોકત ૭ લિંગમાં બીજા લિંગમાં પ્રવર ધર્મ-શ્રદ્ધા જણાવી છે તે પ્રવર-શ્રદ્ધાનાં ૪ લક્ષણે કહ્યાં છે.
શ્રદ્ધા એટલે જ્ઞાન-ક્રિયારૂપ ધર્મામાં સમજપૂર્વકને આત્મભિલાષ. આ અભિલાષ પ્રવર (પ્રબળ) બને ત્યારે આ ચાર ફળ પ્રાપ્ત થાય.
(૧) વિધિ–સેવા (૨) ધર્મગમાં અતૃપ્તિ (૩) સૂત્રાનુસારી શુદ્ધ દેશના–દાન (૪) ભૂલ થાય ત્યાં પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધીકરણ
ગુરુકુલવાસ એ ભાવયતિનું મુખ્ય લિંગ હોવાથી તેને અભાવે દુષ્કર ક્રિયા કરનારાઓને પણ શ્રી પંચાશકચ્છમાં ગ્રંથિભેદ વિનાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org