________________
ચૌદ ગુણસ્થાન
૨૬૩ તેઓ જ દુઃખી બને છે. સાધુ તે ફળમાં કશે સંદેહ રાખ્યા વિના ધીરતાપૂર્વક આગળ વધે છે તેમાં તેમને દુઃખને લેશ પણ કે?
ઈચ્છિત પદાર્થો ન મળવાથી સાધુને દુઃખી કહે છે તે ય બરાબર નથી. કેમકે પહેલાં તે ઈચ્છા જ મહાદુઃખ છે. ઈષ્ટ વિષય મળતાં ઈચ્છાની પૂતિનું સુખ તે આભાસમાત્ર છે.
સાધુને તે ઈચ્છાને નાશ કરવાની જ સાધના કરવાની હોય છે. તેને ઈચ્છા હોય તે માત્ર મુક્તિની પ્રશસ્ત ઈચ્છા છે. અને આ ઈચ્છા જ સર્વ અન્ય ઈચ્છાને નાશ કરે છે. આ વાત પાતંજલગ દર્શનમાં (૧-૨૦) પણ જણાવી છે.
ભગવતીસૂત્રમાં પણ કહ્યું છે કે પ્રતિમાસે મુનિ ઉપર ઉપરના દેવકનાં દેવની તેજેશ્યાથી પ્રાપ્ત સુખ-સંવેદનાને ઉલંઘતા જાય છે. યાવત્ ૧૨ માસને દીક્ષા પર્યાય થતાં તો અનુત્તરવાસી દેવલેકની સુખાસિકાને પણ લંઘી જાય તેવું અનુપમેય સુખ અનુભવે છે.
સંસારી જ ઈચ્છાના ગુલામ છે. ગુલામી એ જ મહાદુઃખ છે.
જ્યારે સાધુઓ ઈચ્છાના સ્વામી છે. જડ-ભાથી સવત છે. એ સ્વાતન્ય એ જ એમની મસ્તફકીરી છે. તેમને મહાનંદ છે.
એટલે સાધુને દુઃખી કહેવા કે પાપના ઉદયવાળા કહેવા એ બિલકુલ એગ્ય નથી. વસ્તુત: તેવા તો ગૃહસ્થ જ છે. યતિધર્મ પ્રકાર-દ્વિધા.
સાપેક્ષ યતિધર્મ.
નિરપેક્ષ યતિધર્મ. સાપેક્ષ યતિધર્મ—ગ્રહણશિક્ષા અને આ સેવનારિક્ષા.
માટે ઉપકારી ગુરુનું શિધ્યપણું યાજજીવ સ્વીકારવું. તેમની સમીપમાં (મસે) આત્માને આશ્રય કરીને શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરતા રહેવું (વાવ) તેને સાપેક્ષ યતિધર્મ કહેવાય.
ટૂંકમાં શિષ્યભાવે ગુરુકુલવાસમાં શિક્ષાગ્રહણ કરવા માટે રહેવું તે સાપેક્ષ યતિધર્મ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org