________________
ચૌદ ગુણસ્થાન
૧૩
ધર્મની પ્રાપ્તિ થતાં તેને આશ્ચર્ય પમાડે તેવી સ્વરૂપ દશા જોવા મળે. માટે જ તેની પૂર્વની સઘળી પ્રવૃત્તિને પણ ઉત્તમ સમજવી. - સંખે કહે છે કે, તામસી આદિ પ્રકૃતિને અધિકાર આત્મા ઉપરથી દૂર ન થાય ત્યાં સુધી આવી (અપુનર્બન્ધક) અવસ્થા પ્રગટતી નથી,” બૌહો કહે છે કે, “જ્યાં સુધી ભવને પરિપાક થતો નથી ત્યાં સુધી આવી દશા પ્રાપ્ત થતી નથી.”
જૈનદર્શન કહે છે કે જીવ હવે ક્યારે પણ મિથ્યાત્વની તીવ્ર સ્થિતિને બાંધવાનું નથી, તેનામાં આવી ઉત્તમતા પ્રાગે છે.
ચરમાવર્તમાં પ્રવેશેલા જીવોને ગુફલપાક્ષિક કહેવામાં આવ્યા છે. કેમ કે આ જીવો ઉપરથી મેહનીય કર્મની ગાઢતમ તીવ્રતારૂપી અંધકારપક્ષ દૂર થઈ ગયું હોય છે અને અનેક ગુણેના ઉદયરૂપ શુકલપક્ષમાં પ્રવેશ થયેલ છે.
અપુનર્બન્ધક ભાવમાં પણ જેમ જેમ મનઃ સંકલેશને ભાવ: ઘટતું જાય છે તેમ તેમ ઉચ્ચ-ઉચ્ચકર અવસ્થા ક્રમશઃ પ્રાપ્ત થતી જાય છે.
માર્ગાભિમુખ: માર્ગાનુસારી: માગપતિત માર્ગાભિમુખ : “મા” એટલે ચિત્તનું અવક્રગમન-સરળતા.. જેમ સર્ષની ચાલ સામાન્યતઃ વાંકીચૂંકી હોવા છતાં દરમાં પેસતી. વખતે સીધા જ પેસે છે કેમ કે દર સીધું હોય છે, તેમ મનના ચંચળ આવેગેને લીધે જીવમાં જે વકતા હોય છે તે જ્યારે ટળી જાય અને જીવ માયાદિમુક્તિ બનીને સરળ બને અને પછી તેનામાં ઉત્તરોત્તર અનેક ગુણનું આધાન થતું જાય. આ સરળતામાં કારણભૂત જે કર્મ ક્ષપશમ તેને માર્ગ કહેવાય.
આવા ક્ષપશમરૂપ માર્ગમાં પ્રવેશ કરવાની યેગ્યતાવાળે જીવ માભિમુખ કહેવાય. એવા ક્ષયરામની જેને શરૂઆત થઈ છે એવો ઉત્તરોત્તર ગુણવૃદ્ધિવાળે જીવ માર્ગપતિત (માર્ગે ચાલનારે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org