________________
૨૧૪
ચૌદ ગુણસ્થાન
ઉ. હા, ધનાદિના પરિમાણનું સાક્ષાત્ ઉલંઘન કરનારને તે વ્રતખંડન જ થાય પરંતુ જે વ્રતધારી વ્રતસાપેક્ષ રહીને પરિણામ લંઘે તે તેને તે અતિચાર રૂપ બને.
દા. ત., એક માણસે ધનનું પરિણામ કર્યા પછી કોઈ દેવાદાર પિતાનું દેવું આપવા આવ્યું કે કોઈ કશીક ભેટ આપવા આવ્યા. તેને જે તે વ્રતધારી સ્વીકારે તે વ્રતભંગને તેને ભય લાગે છે માટે તે કહે કે, “અમુક માસ પછી વ્રત પૂરું થાય છે માટે ત્યાર બાદ લઈશ. અથવા જે રકમ છે તેમાંથી થોડું ઘટી જતાં લઈશ માટે અમુક માસ પછી દેવા આવજે.
અથવા તે તેને લઈને બાંધીને થાપણની જેમ કોઈને ત્યાં મૂકી રાખે. આમાં વ્રતસાપેક્ષતા રહે છે. માટે તેવી પ્રવૃત્તિ અતિચાર રૂપ જ બને. આ રીતે ગ્રન્થાન્તરથી અન્યત્ર પણ અતિચાર ઘટના કરી લેવી. વ્રત પાલન-પાલનથી હિતાહિત :
શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, લેભીને કૈલાસ પર્વત જેવા અસંખ્ય પર્વત જેટલાં સેના-રૂપાં મળે તે ય સંતોષ થાય નહિ. કેમ કે ઈચ્છા આકાશની જેમ અનંત છે.
માટે જ ઈચ્છાને મર્યાદિત કરવામાં મોટો લાભ છે. કહ્યું છે કે જેમ જેમ લોભ અ૫ થાય, જેમ જેમ પરિગ્રહને આરંભ ઘટે તેમ. તેમ સુખાનુભવ થાય, ધર્મ-સિદ્ધિ થવા લાગે.
સર્વસુખનું મૂળ સંતેષ છે. સંતોષી માણસ ઉભયલેકમાં અનેક સુખ પ્રાપ્ત કરે. જ્યારે અસંતેષ દરિદ્રતા, દુર્ભાગતા, દાસપણું વગેરે મહાદુઃખ પામે છે.
મહારંભી-મહાપરિગ્રહી જીવે નારકીનું આયુષ્ય બાંધે છે.
વ્રત-ભાવના : અરે ઓ જીવ ! અજ્ઞાતાને કાં પરવશ બને? એની પરાધીનતાને લીધે તે તું ધન-ધાન્યાદિના પરિગ્રહમાં ગળાબૂડ. ખૂંપી ગયું છે. હજી સંસાર-સાગરના અતળ ઊંડાણે જઈ બેસવું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org