________________
ચોદ ગુણસ્થાન
૨. મિથ્યપદેશ : પરપીડાકારી વચન બોલવું તે મિપદેશ કહેવાય. દા. ત., શત્રુઓને મારી નાંખે વગેરે અથવા વસ્તુના સ્વરૂપથી વિપરીત રૂપે વસ્તુને ઉપદેશ કરે,
દા. ત, કેઈને સંદેહ પડતાં તેણે પૂછયું કે, “આમાં સત્ય શું છે ?” આ વખતે તેને સત્ય કહેવામાં નુકસાન જાણવા છતાં યથાર્થ ન કહેવું અથવા તકરારને નિકાલ લાવવા આવેલને અવળું જ (જૂઠું) બલવાની સલાહ આપવી.
અહીં યદ્યપિ વ્રતધારી મનમાં એમ સમજે છે કે, હું તે માત્ર બીજાને અસત્યની સલાહ આપું છું, હું પિતે તે અસત્ય બેલતે નથી માટે મારું વ્રત ભાગતું નથી તથાપિ અતિચાર તે છે જ કેમ કે અનાગાદિથી કે અતિક્રમ આદિથી બીજાને અસત્ય બોલવાની પ્રેરણા કરવી તે વ્રતને અતિચાર જ છે.
અથવા તે વતભંગભયથી સીધા શબ્દમાં ખોટી સલાહ ન આપતાં કોઈ એ આવા પ્રસંગે આમ કરેલું એમ કહેવા વડે સલાહ આપે તે પણ ત્યાં દેશથી વ્રતભંગ અને દેશથ વ્રત પાલન હોવાથી તે અતિચારરૂપ છે.
૩. ગુહ્ય ભાષણ : કોઈની ગુપ્ત વાત બીજા આગળ (અનધિકર છતાં) પ્રગટ કરી દેવી. દા. ત., કેઈએ કેઈ બીજા માણસ સાથે અમુક રાજ્ય-વિરુદ્ધ વિચાર કર્યો. ત્રીજે માણસ તેના મુખાદિ ઉપરના હાવભાવ વગેરે જઈને અનુમાનથી તેની વાત જાણે લઈને અન્ય માણસને કહી દે કે, “અમુક માણસ રોજાની વિરુદ્ધમાં અમુક કાર્ય કરવાનું વિચારે છે.
અથવા તે ગુહ્ય ભાષણ એટલે ચાડી કરવી. દા. ત., પરસ્પરની પ્રીતિ-મૈત્રીવાળાની પ્રીત તેડવા અન્ય માણસ તેમાંના એકને બીજાની વાત એવી રીતે કરે છે તે પ્રીત તૂટી જાય.
૪. ફૂલેખ સાક્ષી : ખોટું લખાણ કરવું. બીજાના હસ્તાક્ષર જેવા અક્ષરો લખવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org