SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૬૯ ૧૨. ગુણરાગી –ગુણ-ગુણને પક્ષપાત કરનાર, નિર્ગુણની ઉપેક્ષા કરનાર, પ્રાપ્તગુણની રક્ષામાં તથા નવા ગુણની પ્રાપ્તિમાં ઉઘમવંત. ૧૩. સત્કથક:ધર્મકથાની રુચિવાળે અને વિકથામાં અરુચિવાળે. ૧૪. સુરક્ષયુક્ત :- આજ્ઞાંકિત, ધર્મ, સદાચારી અને ધર્મકાર્યોમાં સહાયક પરિવારવાળે. ૧૫. સુદીર્ઘદશ :- સૂફમવિચારપૂર્વક જેનું પરિણામ સુન્દર જણાય તેવાં કાર્ય કરનાર, ૧૬. વિશેષજ્ઞ –પક્ષપાત વિના વરતુના ગુણદેષને સમજનારે. ૧૭. વૃદ્ધાનુગ :- નાના કે મોટા શુદ્ધ પરિણત બુદ્ધિવાળા હેય તે સાચા વૃદ્ધ કહેવાય. તેવા પુરુષોની સેવા કરનાર અને તેમની શિખામણને અનુસરનારે. ૧૮. વિનીત :- મોક્ષનું મૂળ વિનય છે એમ સમજી અધિક - ગુણીને વિનય કરનારે. ૧૯. કૃતજ્ઞ :- બીજાએ કરેલા ઉપકારને નહિ વિસરતાં પ્રત્યુ - પકારની ભાવનાવાળે. ૨૦. પરહિતાર્થકારી :- નિઃસ્વાર્થ પાપકારકરણ સ્વભાવવાળે. • (દાક્ષિણ્ય ગુણવાળે પ્રાર્થના કરનાર પ્રત્યે ઉપકાર કરે છે જ્યારે આ પ-પ્રાર્થના વિના સ્વભાવથી જ પરહિતરત હોય છે.) ૨૧. લબ્ધલક્ષ્ય - ચતુર, ધર્મવ્યવહારને જલદી સમજનારે. અવિરત શ્રાવક-ધર્મને અધિકારી કેણું ? અવિરત શ્રાવક-ધર્મના અધિકારી જીવ (૪ થા ગુણસ્થાનવાળા) : શ્રાવકધર્મ વિધિપ્રકરણની ૪ થી ૭ મી ગાથામાં ભગવાન હરિભદ્ર' સૂરિજી મહારાજાએ અવિરતશ્રાવક (૪ થા ગુસ્થાને શ્રાવક) જીવના - અધિકારી જીવનાં ૩ લક્ષણ બતાવ્યાં છે. ૧. અથ, ૨. સમર્થ, ૩. શાસ્ત્રઅનિષિદ્ધ. અર્થી : વિનયવાન, આપમેળે સામે આવેલે, ધર્મજિજ્ઞાસુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy