________________
ચૌદ ગુણસ્થાન
૧૬૫ ૪, ૧ લા પાંચની પ્રતિજ્ઞા થયા પછી બાકીના ૧૩માં આપોઆપ વિવેક આવી જાય છે. ૧૩ ય પાપનું બધું બળ આ પાંચમાં છે. એ પાંચનું બળ તૂટયા પછી બાકીનાં ૧૩ પાપનું બળ તૂટી પડે છે. માટે ૫ ની વિરતિ લેનાર ૧૮ યની વિરતિ લેનાર કહેવાય.
આત્માના કાતિલ દુશ્મન સમાં ૧ લાં પાંચ પાપ છે. તેમને કાબૂમાં લઈ લીધા પછી બીજા ૧૩ દુશમને તદુન કાયર બની જાય છે. તેઓ આપ આ૫ કાબૂમાં આવી જાય છે. અથવા તે એ ૧૩ પાપના હથિયાર રૂ૫ પહેલાં ૫ પાપે છે. એટલે પાંચ પાપની વિરતિ રૂપે એ હથિયાર ઝુંટવાઈ જતા નિઃશસ્ત્ર બનેલાં તે ૧૩ પાપ કાંઈ જ કરી શકતાં નથી.
પ્ર. અભવ્યજીવ ચારિત્ર્ય લેતાં પહેલાં પાંચેય પાપનું પચ્ચખાણ કરે છે. તે ય બાકીનાં ૧૩ પાપ તેમાં ય છેલું મિથ્યાત્વનું પાપ તે જરાય નબળું નથી.
ઉ. પહેલાં પાંચ પાપના અભવ્યને પચ્ચખાણ એ વસ્તુતઃ પચ્ચખાણ જ નથી. કેમ કે તેની પાછળ એક્ષને-આશય જ નથી. એથી એમનાં એ પચ્ચખાણ પણ કદાપિ મોક્ષસાધક બની શકતા નથી. આથી દ્રવ્યથી પચ્ચ. લેવા છતાં પણ વસ્તુતઃ તેઓ ૧૮ ય પાપના સેવનારા જ કહેવાય છે. અસ્તુ.
આ ઉપરથી આપણે જોયું કે “વિરતિ ભાવનું આ જીવનમાં કેટલું મહત્વ છે? વિરતિ એ જ ધર્મ છે, અવિરતિ એ જ ભયંકર પાપ છે.
વિરતિધરને અનાગાદિથી કદાચ હિંસા થઈ જાય તે ય તે અહિંસક છે અને અવિરતિધર હિંસા ન કરે તે ય હિંસક છે.
સમ્યક્ત્વને ભાવ પ્રાપ્ત થયા પછી આત્મા વ્રત-પચ્ચખાણાદિ વિરતિના વ્યવહારમાર્ગ તરફ અવશ્ય મૂકે છે. કર્મવશાત, વિરતિ ધવિનાનું જીવન જીવવું પડે તે ય તે અવિરતિના જીવનમાં પાણી વિના ચાછલી જેમ તરફડે તેમ તરફડતે રહે છે. અવિરતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org