SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૬૩ મ. પાંચે ય ઇન્દ્રિય પોતપોતાના જે વિષયનું ગ્રહણ કરે છે તેમાં જે કર્મસંબધ થાય છે તેમાં મુખ્ય કારણ તે તે તે વિષયમાં રાગ-દ્વેષ રૂપે પરિણમતું મન જ છે, તે પછી મનથી જ પ્રતિજ્ઞા કેમ ન કરવી ? “વાયા[ sigr' કહેવાની શી જરૂર? ઉ. પાંચ ઇન્દ્રિય અને મન એ બન્નેને કર્મબંધના પૃથફ પૃથફ કારણ તરીકે એટલા માટે જણાવ્યાં છે કે પાંચ ઇન્દ્રિયેના શબ્દાદિ વિષયમાં ઇન્દ્રિયની પ્રવૃતિ વિના વિકલ્પ માત્રથી પણ જીવ કર્મબંધ કરે છે. આ અંગે શાસ્ત્રમાં તન્દુલ-મસ્યની વાત આવે છે કે એ મશ્ય માત્ર મનના રૌદ્રપરિણામથી જ ૭મી નારકનું આયુ નિકાચિત કરે છે. જેમ આ રીતે એકલું મન પાપ કરી શકે છે અને તેથી જ મનની શુદ્ધિ વિના કાયાના શુદ્ધ વ્યાપારે પણ નિષ્ફળ કહ્યા છે, તેમ એ પણ સમજી રાખવી કે કાયાની શુદ્ધ-પ્રવૃત્તિ વિના મનની શુદ્ધિ પ્રાયઃ અશકય છે. એટલે મન અને વચન-કાયા બધાયની શુદ્ધિ અનિવાર્ય બની રહે છે. માટે એ ૩ ય ના સાવદ્યાગની પ્રતિજ્ઞા આવશ્યક બની છે. આજે કેટલાક કહે છે કે ખાવા-પીવામાં, કે બેગ ભેગવવામાં અમને કશું પાપ લાગતું નથી કેમ કે અમારું મન એકદમ શુદ્ધ છે, એને ખાવા-પીવામાં કશે રાગ નથી. દેહ અને આત્માની ભિન્નતાનું વિવેકજ્ઞાન જે મનને થઈ જાય છે તે મન ખાતા–પીતા જાણે છે કે એ તે કાયા ખાય છે, આત્મા નહિ, ઈત્યાદિ.” આ બધી વાતે જીવલેણ ભેગ-લાલસામાંથી જન્મ પામી છે. એકાન્ત નિશ્ચયનું સેવન વગ-લાલસા વિના શકય જ નથી. એવાને પૂછવું જોઈએ કે, જે તારું મન શુદ્ધ જ હોય તે તારે હાથ ભેજનમાં કેમ પડે છે ? તું સ્ત્રીને સ્પર્શ કેમ કરે છે? શરીરને સ્નાન કેમ કરાવે છે ? શુદ્ધ મનથી અશુદ્ધ પ્રવૃત્તિ થાય ખરી ? શુદ્ધ મન તે વિતરાગ પાસે કાયાને દેડાવે, વિરાગીનાં વચન કાનને સંભળાવે, જિનેશ્વરના વ્યવહાર-માર્ગ તરફ ઝૂકી ઝૂકીને માથું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy