________________
૧૫૮
ચોદ ગુણસ્થાન
હવે આ પ્રતિજ્ઞા જે અમુક મુદતની હોય તે તે મુદત પૂરી થઈ ગયા પછી તે માણસ કરી પ્રતિજ્ઞા ન લે અને હવે મનથી નકકી કરી રાખે કે, “હવે રાતે ખાવું જ નથી.” તે પણ તે ક્યારેક મન ઉપરને કાબૂ ગુમાવી જ બેસશે અને રાત્રે ખાઈ જ લેશે.
આ ઉપરથી એક બીજી પણ વાત ફલિત થાય છે તે પ્રતિજ્ઞા દ્વારા જે કાયાને કાબૂમાં લઈ લેવામાં આવે તે મને કાબૂમાં આવી જાય છે.
જેને મને કાબૂમાં લેવું હોય તેણે કાયાને જ કાબૂમાં લેવી પડશે.
કોઈ માણસ મોટું ન ખેલતે હોય તે તેનું મેં ખેલાવવા નાક બંધ કરવું પડે, પ્રકાશ જોઈ તે હોય તે દી પકડે પડે, તેમ મનના નિયંત્રણ માટે કાયાને કાબૂમાં લેવી પડે.
આની ઉપર આપણા જિંદા વ્યવહારમાં દેખાતે જ દાખલ લઇએ.
૧ માણસ દર પક્ષે એક ઉપવાસનું વ્રત કરે છે. પણ બીજે દિવસે સવારે થાકી જાય છે, એકદમ નબળા પડી જાય છે. પરંતુ પર્યુષણના દિવસોમાં જે તે મન મજબૂત કરી લઈને એકસાથે આઠ ઉપવાસનું પચ્ચ. કરી લે છે તે બીજે દિવસે જરાય નબળે થયેલ દેખાતું નથી. અરે ૫-૫ દિવસ સુધી તેના મેં ઉપર ઉગ્ર તપની અસર દેખાતી નથી.
આ જ હકીકત સૂચવે છે કે કાયાના નિયત્રણથી મન ઉપર સજજડ નિયત્રંણ આવી જાય છે. જેમ જેમ કાયાના નિયત્રણમાંથી છૂટવાની મુદતની નજદીક આવતા જવાય છે તેમ તેમ મન ઉપરની પક્કડ પણ આપોઆપ ઢીલી પડતી જાય છે અને મન ખાવા-પીવાના વિચાર કરવા લાગી જાય છે.
૧ ઉપવાસની પ્રતિજ્ઞા ૧૮ કલાક સુધી મન ઉપર કાબૂ જમાવી શકે છે, પછી તે પક્કડ ઢીલી પડે છે. કેમ કે મન જાણે છે કે હવે ૪ કલાકમાં આ નિયત્રણમાંથી મુક્તિ મળવાની છે અને ૮ ઉપવાસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org