________________
૧૫૮
ચૌદ ગુણસ્થાન બટાટા નહિ ખાનારે, સિનેમા નહિ જેનારે, રાત્રે નહિ ખાનારે, પરદેશ કદાપિ નહિ જનારે, લીલોતરી નહિ ખાનારે, તેની તેની પ્રતિજ્ઞા ન કરી હોય તે તે બધું ય પાપ ચાલુ જ રહે છે કેમ કે પ્રતિજ્ઞાવિહેણે જીવ તે પાપ ગમે ત્યારે કરવાની છૂટવાળે (સંભાવના વાળ) છે એ જ એને ઘેર અપરાધ છે.
આવા વગર મફતના પાપોથી વિરામ પામી જવા માટે દેશાવગાશિક નામનું ૧૦મું શિક્ષાત્રત (જેને આપણે ૧૪ નિયમ ધારવાનું કહીએ છીએ તે જ આદરવું જ જોઈએ.
વંદિત્તા સૂત્રમાં સર્વસાવદ્ય પાપના સંક્ષિપ્ત પ્રતિક્રમણ રૂપ -અવજિસિસ્થાન પર'...ગાથામાં નિષિદ્ધને કરવાનું પાપ કહ્યું છે તેમ વિહિતને નહિ કરવાનું પણ પાપ કર્યું છે.
પ્ર. પ્રતિજ્ઞાથી લાભ શું?
ઉ. ઉપર જણાવ્યું તે અવિરતિ દૂર થયાને માટે લાભ પ્રતિજ્ઞાથી જ થાય છે. વળી પ્રતિજ્ઞા કરવાથી મન ઉપર બહુ જ સારે કાબૂ સહજ રીતે આવી જાય છે.
જે માણસ પ્રતિજ્ઞા (વિરતિ સ્વીકારતા નથી અને મનથી નક્કી કરે છે તેને અવસરે મન ઉપર કાબૂ રાખવાનું અતિરાય મુશ્કેલ કાર્ય બની જાય છે. બનતાં સુધી તે તે વખતે તે માણસ મન ઉપરથી પિતાને કાબૂ ખાઈ જ બેસે છે અને પાપ કાર્ય સેવી નાંખે છે. જ્યારે પ્રતિજ્ઞાવાળા માણસને તે પાપ સેવવાને વિચાર પણ આવતું નથી.
દા. તએક માણસ રાત્રે ખાય છે પરંતુ સદ્દગુરુના ઉપદેશથી તેણે રાત્રિભેજનની પ્રતિજ્ઞા કરી. આ પ્રતિજ્ઞા કરવાથી રાત્રે ખાવાના વિચારે સૂર્યાસ્ત થતાં પહેલાં જ મરવા પડે છે. અને વધુમાં વધુ
સૂર્યાસ્ત થતાં સુધીમાં તે એ વિચારો મરી જ પરવારે છે. આખી -રાતમાં ગમે ત્યારે તેને ખાવાને વિચાર જ થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org