SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ચૌદ ગુણસ્થાન એ ચારેય કર્મની સ્થિતિ સમાન જ હોય તેમને તે સમુદ્ધાત કરવાને હોતું નથી. પરંતુ આ આજિક રહે તે દરેક કેવલીભગવંતે અવશ્ય કરે છે માટે તેને આવશ્યકરણવાળા કેવલ સમુદ્ધાત કરે છે જ્યારે બીજા કેવલીઓ ગનિરોધ કરે છે. આ સમુદ્ધાત પણ અન્ત-મું આયુ શેષ રહે ત્યારે જ કરવામાં આવે છે. મતાંતરે ૬ માસનું આયુ શેષ રહે ત્યારે સમુદ્ધાત કહો છે પરંતુ તે મતનું યુક્તિઓથી ખંડન કરીને પ્રસ્તુત મતને જ સ્થિર કરવામાં આવ્યું. પ્ર. શું એ જ નિયમ છે કે કેવલને વેદનીયાદિ કર્મોથી આયુષ્યકર્મની સ્થિતિ ઓછી જ હેય? શું એમ ન બને કે કયારેક કેવલી-મહારાજને વેદનીયાદિ કર્મોથી આયુષ્ય કર્મની સ્થિતિ વધુ પણ હેય! જે તેમ હોય તે સમુદ્ધાત કેવી રીતે કરે? ઉ, નહિ. વેદનીયાદિની સ્થિતિથી આયુની સ્થિતિ તેમને વધારે હોઈ શકે જ, તેમાં જીવસ્વભાવ જ કારણ છે એટલે હવે આયુષ્યની સ્થિતિને કાપવાને અને તેને વેદનીયાદિની સ્થિતિની સમાન બનાવવાને પ્રશ્ન જ રહેતા નથી. જેમ આયુષ્યકર્મ સમયે સમયે નથી બંધાતું જ્યારે જ્ઞાનાવ. આદિ ૭ ય કર્મ સામાન્ય પ્રતિસમય બંધાય છે તેમાં જીવવભાવ જ કારણ છે તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. આયોજિકાકરણ કર્યા પછી ઉપરોક્ત કારણે જેમને સમુદ્ધાત. કરવાની જરૂર પડે છે તે તે કેવલી ભગવાન સમુદ્ધાત કરે છે. સમુદ્દાત : સમ = ફરી વાર ઘાત ન કરવો પડે તેવી રીતે, ઉત = અધિકતાથી ઘાતે = વેદનીયાદિ કર્મને વિનાશ. જે ક્રિયાવિશેષમાં થાય તે ક્રિયાને સમુદ્ધાત કહેવામાં આવે છે. આ સમુદ્ધાતને કાળ પૂરા ૮ સમયને હેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy