________________
૮૭
ચૌદ ગુણસ્થાન અર્થાત્ તે પૂજના પ્રદેશને ઉદયમાં લાવીને ભેગવવા તે ખરા જ પરંતુ તેના મિયા સ્વભાવ દૂર કરવારૂપ ઉપશમ કરીને જ.
આથી જ પૂર્વે જણાવ્યું છે કે ક્ષાપ. સમ્યકત્વમાં મિ.વ. મેહના દલિક (શુદ્ધ પૂંજ)ને પ્રદેશદય રહે છે જ્યારે ઔપ. સમ્યકત્વમાં તે શુદ્ધ દલિકના પૂજની જેમ બિલકુલ ઉદયમાં આવતે અટકાવવારૂપ ઉપશમ હોય છે. અર્થાત્ ત્યાં શુદ્ધ-દલિકેને પ્રદેશદય પણું હેતે નથી.
આ જ કારણે ક્ષાપ. સખ્યત્વને સત્કર્મવેદક સ વ કહેવામાં આવ્યું છે. એટલે સત્તામાં રહેલાં મિથ્યાત્વના પ્રદેશને ભેગવવાવાળું સમ્યક્ત્વ કહેવાય છે.
(૩) ઔપશમિક સમ્યક્ત્વ : આ અંગે હવે વિશેષ જણાવવાનું રહેતું નથી.
(૪) વેદક સમ્યકત્વ : ક્ષાયિક સમ્યકત્વ બનનાર જીવને પૂર્વના છેલ્લા સમયે શુદ્ધ પુજને જે છેલ્લે જ ભગવતે હોય તેને વેદક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમય પછીના સમયે જીવ સાયિક સત્વ થઈ જાય છે.
(૫) સાસ્વાદન સમ્યકત્વ : ઉપશમ સત્વી જીવ પતિત પરિણામી બનતાં અંતકરણમાંથી પડે છે, અર્થાત્ જઘન્યથી અંતરકરણને એક સમય બાકી રહે અથવા ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થઈ જાય અને તે જીવ ૧ સમય કે ૬ આવલિકા જેટલું તે કાળ ભેગવે તે સાસ્વાદન સમ્યક્ત્વને કાળ કહેવાય. આ વખતે સમ્યક્ત્વનું વમન થાય છે છતાં તે વખતે પણ તેને આસ્વાદ છે માટે આ કાળને સાસ્વાદન સમફત્વને કાળ કહેવાય છે.
આ સાસ્વાદન સત્વ કથા કે ૧૧મા ગુણસ્થાનના ઉપશમ ભાવથી પડતા જીવને જ પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org