________________
ઉત્તરાધ્યયન સૂત્ર (૩૪) હે મહાપુરુષ ! આપની સર્વ પ્રકારે (બહુમાનપૂર્વક) પૂજા કરીએ છીએ.
આપમાં એવું કશું દેખાતું નથી કે જેને ન પૂછએ. હે મહા મુનિરાજ! ભિન્નભિન્ન પ્રકારનાં શાક, રાઈતાં અને ઉત્તમ પ્રકારના ચેખાથી સંસ્કારાયેલું
આ ભેજન આ૫ (પ્રસન્નતાપૂર્વક) જમો (સ્વીકારે). (૩૫) આ મારું પુષ્કળ ભજન પડયું છે. અમારા પર કૃપા કરીને આપ સ્વીકારે.
(આવી અંત:કરણની પ્રાર્થના સાંભળીને) તે મહાત્મા માસ ખમણ (એક
માસના ઉપવાસ)ને પારણે તે ભોજનને સહર્ષ સ્વીકારે છે. (૩૬) તેવામાં જ ત્યાં સુવાસિત જળ, પુષ્પ તથા ધનની ધારા બંધ આકાશથી
દિવ્ય વૃષ્ટિ થવા લાગી. દેવોએ ગગનમાં દુંદુભિ વગાડી અને “અહો ! દાન અહો ! દાન” એમ દિવ્યધ્વનિ થવા લાગ્યો.
ધ : દેએ વરસાવેલાં પુષ્પ તથા જલધારાઓ અચેત હોય છે. (૩૭) ખરેખર દિવ્યતપની આ પ્રત્યક્ષ વિશેષતા દેખાય છે. જાતિની વિશેષતા
કશીયે નથી. ચંડાલપુત્ર હરિકેશ સાધુ; કે જેની આવી મહા પ્રભાવશાળી સમૃદ્ધિ છે !” ચંડાલપુત્ર હરિકેશ સાધુને જોઈને સૌ એકી અવાજે આશ્ચર્ય ચકિત થઈ ઉપર પ્રમાણે બોલવા લાગ્યા.
તપસ્વીજી કહે છે :
(૩૮) હે બ્રાહ્મણે ! અગ્નિને આરંભ કરીને પાણીથી બહારની શુદ્ધિને શા માટે
ધી રહ્યા છો ? જે બહારની શુદ્ધિ છે તે આત્મશુદ્ધિને માગ જ નથી.
મહાપુરુષો કહે છે કે : (૩૯) દ્રવ્યયજ્ઞમાં દાભડાને; (યૂપ) લાકડાના ખીલાને, તૃણ, કાઇ તથા અશ્ચિને, - તેમજ સવાર અને સાંજ પાણીને સ્પર્શ કરતા એવા મંદ પ્રાણુઓ તમો
વારંવાર નાના અને દુઃખ આપીને પાપ જ કર્યા કરે છે. (૪૦) હે ભિક્ષુ! અમે કેમ વતીએ? કેવું યજ્ઞપૂજન કરીએ ? વળી કેવી રીતે
પાપોને દૂર કરીએ ? હે સંયમી ! તે અમોને જણું. હે દેવપૂજય ! કઈ
વસ્તુને જ્ઞાનીજનો યોગ્ય માને છે ? (૪૧) છ કાય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ) જીવોની હિંસા
નહિ કરનારા, કપટ તથા અસત્યને નહિ આચરનારા, માયા (કપર) અને અભિમાનથી દૂર રહેનારા તથા પરિગ્રહ અને સ્ત્રીઓની આસક્તિથી ડરનારા દાન્ત પુરુષો હોય છે તે જ વિવેકપૂર્વક વતે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org