________________
હરિકેશીય
(૪૨) અને પાંચ ઈદ્રિયનું નિયમન કરનારા, જીવિતની પણ પરવા નહિ કરનાર
અને કાયાની આસક્તિથી રહિત એવા મહાપુરુષો, બહારની શુદ્ધિની દરકાર
ન કરતાં ઉત્તમ અને મહાવિજયી ભાવયજ્ઞને જ આદરે છે. (૪૩) તમારુ તિ શું ? અને જાતિનું સ્થાન શું ? તમારી કડછીઓ કઈ ?
અને અગ્નિ પ્રદીપન કરનારું શું ? તમારાં લાકડાં કયાં ? અને હે ભિક્ષુ ! તમારા શાન્તિમંત્ર ક્યા? કેવા યજ્ઞથી આપ યજન કરો છો ? (આ પ્રમાણે
બ્રાહ્મણે બોલ્યા.) (૪૪) તપ એ જ અગ્નિ છે. જીવાત્મા અગ્નિનું સ્થાન છે. મન, વચન અને
કાયાના યોગ રૂપ કડછી છે. અગ્નિને દીપ્ત કરનારું સાધન શરીર છે. કર્મરૂપી લાકડાં છે. સંયમરૂપ શાંતિમંત્ર છે. તેવી રીતે પ્રશસ્ત ચારિત્રરૂપ યજ્ઞ
વડે જ હું યજન કરું છું – તે જ યજ્ઞને મહર્ષિજનેએ ઉત્તમ ગણ્યો છે. (૪૫) તમારો સ્નાન કરવાનો હદ (કુંડ) કયો ? (સંસારમાંથી તરવાનું) તમારું
પુણ્યક્ષેત્ર કયું ? અને જ્યાં સ્નાન કરીને તમે કમરજને ટાળો છે તે કહે.
આપની પાસે જાણવાને ઈચ્છીએ છીએ. (આ પ્રમાણે બ્રાહ્મણ બેલ્યા.) (૪૬) ધર્મરૂપી હદ (કુંડ) છે. બ્રહ્મચર્યરૂપી પુણ્યતીથ છે. આમાના પ્રસન્ન
ભાવથી વિશુદ્ધ ધર્મના મુડમાં નાહેલે હું શાંત થઈને કમ દોષને દૂર કરું છું. (૪૭) એવું સ્નાન જ કુશળ પુરુષોએ કર્યું છે. અને ઋષિઓએ તે જ મહા
સ્નાનને વખાણ્યું છે. જેમાં નાખેલા પવિત્ર મહર્ષિઓ નિર્મળ થઈને (કર્મ રહિત થઈને) ઉત્તમ સ્થાન (મુક્તિ)ને પામ્યા છે.
નેધ: હદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેકે છે ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવી દે છે. જ્ઞાનનાં મંદિરે ચારિત્રનાં નંદનવનથી જ શોભે છે. જાતિ અને કાર્યના નીચ ઊંચ ભાવો ચારિત્રના સ્વચ્છ પ્રવાહમાં સાફ થઈ જાય છે. ચારિત્ર્યનાં પારસ કેક લેખોને સુવર્ણ રૂપમાં પલટી મૂકે છે.
એ પ્રમાણે કહું છું. એમ હરિકેશીય નામનું બારમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org