________________
અધ્યયન : નવમું નમિ પ્રવજ્યા નમિરાજર્ષિને ત્યાગ
- મિથિલાના મહારાજા નમિરાજ દાધજવરની દારુણ વેદનાથી પીડાતા હતા. તે વખતે મહારાણીઓ તથા દાસીઓ ખૂબ ચંદને ઘસી રહી હતી. હાથમાં પહેરેલી ચૂડીઓ પરસ્પર અફળાવાથી જે અવાજ ઉત્પન્ન થતા હતા તે મહારાજના કર્ણ પર અથડાઈ વેદનામાં વધારો કરતો હોવાથી મહારાજાએ મંત્રીશ્વરને કહ્યું : “આ ઘોંઘાટ અસહ્ય છે. તેને બંધ કરે.” ચંદન ઘસનારાઓએ માત્ર હસ્તમાં એકેક ચૂડી સૌભાગ્યચિહ. રૂપ રાખી બધું દૂર કર્યું કે તુરત જ અવાજ બંધ થ. - થોડીવારે નમિશ્વરે પૂછ્યું: “કેમ કાર્ય પૂર્ણ થયું ? - મંત્રી : ના જી.
નમિધર : “ત્યારે અવાજ શાથી બંધ થયો ?”
મંત્રીએ ઉપરની હકીકત જણાવી. તે જ ક્ષણે પૂર્વયોગના હદયમાં આકરિમક અસર થઈ ગઈ. તેણે વિચાર્યું કે જ્યાં બે છે ત્યાં જ ઘંઘાટ છે, એક છે ત્યાં શાંતિ છે. આજ ગૂઢ ચિંતનના પરિણામે નિમિત્તથી) પૂર્વજન્મનું સ્મરણ થયું અને શાંતિને મેળવવા માટે બહારનાં બધાં બંધને છડી એકાકી વિચરવાની તીવ્ર જિજ્ઞાસા જાગી. વ્યાધિ શાન્ત થયો અને તુરત જ એ યોગી સર્પની કાંચળી માફક રાજપાટ અને રમણીઓના ભોગવિલાસને તજી, ત્યાગી થયા અને તપશ્ચર્યાના માર્ગે પ્રયાણ કર્યું. તે અપૂર્વ ત્યાગીની કસોટી ઈદ્ર જેવાએ કરી. તે પ્રશ્નોત્તર અને ત્યાગના મહાવ્યથી આ અધ્યયન સમૃદ્ધ થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org