________________
પરિસ્થિતિ એવી થઇ કે થોડા સૂત્રગ્રંથો બહાર પડ્યા પછી લગભગ તે કામ સ્થગિત થઇ ગયું. જોકે ઉત્તરાધ્યયન પછી ‘દશવૈકાલિક' અને ‘સાધક સહચારી’ બહાર પડી ચૂકેલાં. ‘શ્રી આચારાંગ સૂત્ર'નું પૂર્વાર્ધ પણ પ્રગટ થયેલું. ‘ભગવતી સૂત્ર' બે શતક લખાયેલું તે અને આચારાંગ સૂત્રનું ઉત્તરાર્ધ લખાયેલું, તે બન્નેય અપ્રકાશિતપણે રહી ગયાં. ત્યારબાદ ‘સંતબાલ' દ્વારા બીજા નાના મોટા અનેક ગ્રંથો લખાયા અને તેમાંના ઘણાખરા ‘મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર' તરફથી જ બહાર પડયા છે. તે દરમિયાન ભાલનલકાંઠા પ્રયોગને કારણે નવલભાઇ, અંબુભાઇ વ. કાર્યકરો મળ્યા, તેમનું પણ સાહિત્ય આ સંસ્થા તરફથી છપાતું હોય છે. આ રીતે ‘વિશ્વવ્યાપકતા’નું આ સાહિત્ય પછવાડેનું ધ્યેય છે, તે તો જીવંત રીતે સાર્થક થયું, પણ જૈન આગમો વધુ બહાર નથી પડયાં અને હવે તેવી સંભાવના પણ ઓછી લાગે છે.
‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની ગુજરાતી ભાષાંતરની બન્નેય આવૃત્તિઓ આજે વર્ષોથી ખલાસ થઇ ચૂકી હતી જ્યારે જૈનજૈનેતરોની માંગ સતત અનેક સ્થળેથી ચાલુ હતી. મુનિમહારાજની લેખનશૈલી કોઈ એવી અનોખી છે કે બીજાં ભાષાંતરો ચાહે તેટલાં હોય, તોય આ ભાષાંતર અને નોંધો ત૨ફ જૈનજૈનેતર વાચકોનું આકર્ષણ રહેતું હોય છે.
આ વખથે ઘાટકોપર સ્થા. જૈન સંઘે મુંબઈ જેવા મહાનગરમાં ધર્મક્રાન્તિને સંઘવ્યાપી બનાવવાની પહેલ કરી તે વખતનાં અનેક કાર્યોમાંનું એક આ પણ થયું. આથી લગભગ ચોવીસ વર્ષ પછી ઉત્તરાધ્યયન સૂત્રની ગુજરાતી ભાષાની આ ત્રીજી આવૃત્તિ બહાર પડે છે. તેમાં આર. કે મોતીશા ટ્રસ્ટ તરફથી ભાઈશ્રી અમૃતલાલભાઇ દ્વારા સંસ્થાને મળેલી રૂપિયા સત્તરસોની મદદ નિમિત્ત રૂપ બની છે, તેમ મારે કહેવું જ ઘટે. આર્થિક મદદ મળવાથી આ પુસ્તકની કિંમતમાત્ર દોઢ રૂપિયો રાખેલ છે. જિજ્ઞાસુઓ આ પુસ્તકનો પૂરેપૂરો લાભ ઉઠાવશે એવી આશા છે.
Jain Education International
લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી, મહાવીર સા. પ્ર. મંદિર
ઉત્તરાધ્યયન ઇ ૬
For Private & Personal Use Only
www.jainelibrary.org