________________
એલક
નરકને યોગ્ય બાલાજીવ કયા દોથી ઘેરાયેલા
હોય છે તે દોષ બતાવે છે. (૫) બાલછવ; હિંસક, જૂઠું બેલનાર, માર્ગમાં ચોરી કરનાર (બહારવટિયો)
બીજાની વસ્તુને ઝુંટવી લેનાર, માયાવી, અધર્મનું ખાનાર, શઠ તથા (૬) સ્ત્રીઓમાં આસક્ત, ઈમિલેલું પ, મહારંભી, મહાપરિગ્રહી, દારૂ અને
માંસ ભક્ષક, પરને પીડા આપનાર, (પાપમાં વધેલ પરિદૃઢ) પાપી.
નોંધ : જીભ, કાન, નાક, ઊર્શ અને ચક્ષુ ઈત્યાદિ ઈદ્રિયોના વિષયમાં આસક્ત હોય તે ઈદ્રિયલુપી કહેવાય છે. મહારંભી એટલે મહા (સ્વાથી) હિંસક, મહા પરિગ્રહી એટલે અત્યંત (તૃષ્ણાળુ) આસક્તિમાન. (૭) બકરાનું માંસ શેકી કકડા કરી ખાનાર (બકરા વગેરે પશુઓને ખાઈ જનાર),
મોટી ફાંદવાળે તથા અપથ્ય ખાઈને શરીરમાં લોહીને જમાવનાર એવો અધમી જીવ, જેમ બકરે અતિથિની વાટ જુએ છે તેમ તે નરકગતિના
આયુષ્યની વાટ જુએ છે. (નરકગતિ પામે છે). (૮) મજાનાં આસન, શાઓ, સવારીઓ (ગાડી, ઘોડા વગેરે) ધન તથા કામ
ભોગને (ક્ષણવાર) ભોગવીને, દુઃખથી મેળવેલું ધન તજીને તથા બહુ
કર્મમેલને એકઠા કરીને, (૯) આવી રીતે કર્મોથી ભારે થયેલ જીવાત્મા વર્તમાન કાળમાં જ મશગૂલ રહી,
જેમ બકરે અતિથિ આવ્યું તે સ્થિતિમાં શેક કરે છે તેમ મૃત્યકાળે અત્યંત શેક કરે છે.
નેધ: પ્રત્યુત્પન્નપરાયણ એટલે, પછી શું થશે? તે પરિણામ નહિ 'વિચારનાર છે. કાર્યના આરંભમાં જે પરિણામ ન વિચારે તે પાછળથી ખૂબ જ પસ્તાય છે. પરંતુ પાછળને પસ્તાવો તદ્દન નિરર્થક છે. (૧૦) તેમ જ એવા ઘોર હિંસક આયુષ્યને અંતે આ દેહને છોડી કર્મથી પરતંત્ર
થઈને આસુરી દશાને પામે છે અથવા તો નરકમાં ચાલ્યા જાય છે.
નેંધ : જૈનદર્શન અસુરગતિ કિંવા નરકગતિએ જ ગતિઓ જ આવા અત્યંત હિંસકોને માટે માને છે. (૧૧) જેમ કાણી કેડીને માટે એક મનુષ્ય હજાર સેના મહારે હારી ગયો અને
એક (રોગમુક્ત) રાજા અપથ્ય એવા આમ્રફળને ખાઈને રાજ્ય હારી ગયો, (તેમ માનવભવ હારી જાય છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org