________________
શુક્લક-નિગ્રંથ
૨૯(૧૦) બંધ અને મોક્ષની વાતો કરનારા કહેવા છતાં કરતા નથી તે માત્ર વાણની
બહાદુરીથી પોતાના આત્માને આશ્વાસન જ આપે છે. (૧૧) જુદી જુદી જાતની (વિચિત્ર) ભાષાઓ શરણરૂપ થતી નથી. તે વિદ્યાનું
અનુશાસન પણ ક્યાંથી શરણભૂત થાય ! પાપ કર્મોથી પકડાયેલા મૂર્ખાઓ
નહિ જાણવા છતાં પિતાને પંડિત માનનારા હોય છે. (૧૨) જે કેટલાક બાલજી (અજ્ઞાની) શરીરમાં, શરીરના વર્ણ અને સૌંદર્યમાં
સર્વ પ્રકારે એટલે મન, વચન અને કાયાથી આસક્ત હોય છે તે સૌ દુઃખના
જ ભોગી બને છે. (૧૩) તેઓ અનંત એવા આ સંસારમાં લાંબે માગે પડે છે. (સંસારચક્રમાં ખૂબ
ભમે છે.) માટે બધી બાજુથી જઈ તપાસીને મુનિ અપ્રમત્ત થઈને જ વિચરે.. (૧૪) બાહ્યસુખને આગળ કરીને કદી પણ કશું ન ઈચછે. માત્ર પૂવે થયેલાં (સંચિત) કર્મના ક્ષયને માટે જ આ દેહનો સદુપયોગ કરે.
: શરીર, ધન, સ્વજન આદિ સામગ્રી મુખ્ય નથી પણ ગૌણ છે. તેને સદુપયેગ કરવાથી જ સુખ મળે. તેની લાલસામાં જીવન ખર્ચે તો બધુંય ગુમાવે. (૧૫) કર્મનાં મૂળ કારણે (બીજ)નો વિવેક કરીને વિચાર કરીને) અવસર (ગ્યતા).
જઈને સંયમી બને. (સંયમી બન્યા પછી) નિર્દોષ ભોજન અને પાણીને પણ માપથી ગ્રહણ કરે.
નેધ : યોગ્યતા વિના સંયમ ન ટકે માટે “અવસર, જેનાર એ વિશેષણ લીધું છે. તેમ જ ત્યાગ અને તપ વિના પૂર્વ કર્મોને ક્ષય અસંભવિત છે માટે ત્યાગને અનિવાર્ય બતાવ્યું છે. (૧૬) ત્યાગીએ લેશ માત્ર પણ સંગ્રહ ન કરવો, જેમ પક્ષી પાંખને સાથે લઈને
જ ફરે છે તેમ મુનિ ૫ણું (સવ વસ્તુ પરથી) નિરપેક્ષ (મમત્વ રહિત) થઈ
વિચરે. (૧૭) લજ્જાળુ (સંયમની લાજ ધરાવનાર) અને ગ્રહણ કરવામાં પણ મર્યાદા રાખનાર
ભિક્ષુ ગામ, નગર ઈત્યાદિ સ્થળે, બંધન રહિત (નિરાસક્ત) થઈ વિચરે. અને પ્રમાદીઓમાં (એટલે ગૃહસ્થના સંસર્ગમાં રહેવા છતાં પણ અપ્રમત્ત રહી ભિક્ષાની ગવેષણ (શેલ) કરે.
એ પ્રમાણે તે અનુત્તર જ્ઞાની અને અનુત્તર દર્શનધારી અહંન પ્રભુ જ્ઞાનપુત્ર મહાવીર વિશાલી નગરીમાં આ પ્રમાણે વ્યાખ્યાન કરતા હતા.”(એમ) જંબુસ્વામીને સુધર્મસ્વામીએ કહ્યું:
એ પ્રમાણે કહું છું. એવી રીતે ભુલક નિગ્રંથ સંબંધીનું છઠું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org