________________
અધ્યયન : છઠું” ફુલક નિગ્રંથ
અનાચારી ભિક્ષુઓનું અધ્યયન અજ્ઞાન કે અવિદ્યા એ જ સંસારનું મૂળ છે. તે કેવળ શાસ્ત્ર, ભથી કે વાણી દ્વારા મોક્ષની વાત કરવાથી નાશ થઈ શકે નહિ.. અજ્ઞાનને નિવારવા તે કઠણમાં કઠણ પુરુષાર્થ અને વિવેક કરો જોઈએ. આ જન્મમાં મળેલાં સાધનો જેવાં કે ધન, પરિવાર આદિને મોહ પણ સહજ રીતે છૂટી શક્તિ નથી. તેનાથી આસક્તિ હઠાવવા પણ કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરવી પડે છે તે જન્મજન્મથી વારસામાં મળેલા અને જીવનના અણુએ અણુના સંસ્કારમાં જડાયેલા અજ્ઞાનને નિવારવા કેટલે પ્રયત્ન કરવો પડે તે સ્પષ્ટ વસ્તુ છે.
માત્ર વેશ પરિવર્તનથી વિકાસ ન થઈ શકે. વેશ પરિવર્તનની સાથે હદયનું પરિવર્તન જોઈએ. આથી જ જૈનદર્શન જ્ઞાન અને ક્રિયા (વર્તન)નું સાહચર્ય સ્વીકારે છે.
ભગવાન બોલ્યા: (૧) જેટલા અજ્ઞાની પુરુષો છે તે બધા દુઃખને ઉત્પન્ન કરનારા છે (દુઃખી છે.)
તે મૂઢ પુરુષો બહુ વાર અનંત એવા સંસારને વિષે નષ્ટ થાય છે. (દુઃખ પામે છે).
ધ : અજ્ઞાનથી મનુષ્ય સ્વયં દુઃખી તે થાય જ છે અને પાડોશીને પણ દુઃખકર નીવડે છે. (૨) માટે જ્ઞાની પુરુષ બહુ જન્મોની જાળના માર્ગને સમજીને (તજીને પિતાના
1. જ આત્મા વડે સત્યને શોધે. (સત્ય શોધનનું પહેલું સાધન મૈત્રી છે માટે) : : - અને પ્રાણીમાત્ર સાથે મિત્રભાવ સ્થાપે. (૩) સ્ત્રી, પુત્ર, પૌત્રો, માતા, પિતા, ભાઈઓ અને પુત્રવધૂઓ પિતાના કર્મથી.
પીડાતા એવા તને શરણ આપવા માટે લેશમાત્ર સમર્થ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org