________________
ઉત્તરાયયન સ. ત્યાં વિરાજમાન દે કેવા હોય છે તે બતાવે છે : (૨૭) ત્યાં રહેનારા દેવો પણ દીર્ઘ આયુષ્યવાળા, ખૂબ સમૃદ્ધિવાળા, ઈચ્છા
પ્રમાણે રૂપ ધારણું કરનારા, દ્ધિવાળા, વળી સૂર્યસમાન કાતિવાળા, અને
જાણે હમણું જ ઉત્પન્ન થયા ન હોય ! તેવા દેદીપ્યમાન હોય છે. (૨૮) જે સંસારની આસક્તિથી નિવૃત્ત થઈને સંયમ તથા તપશ્ચર્યાનું સેવન કરે
છે તે ભિક્ષુઓ છે કે ગૃહસ્થ હો, અવશ્ય તે (ઉપર કહેલાં) સ્થાનમાં
જાય છે. (૨૯) સાચા પૂજનીય, બ્રહ્મચારી (જિતેન્દ્રિય) અને સંયમીઓનું (વૃત્તાન્ત)
સાંભળીને શીલવાન અને બહુસૂત્રી (શાસ્ત્રને યથાર્થ જાણનારા) મરણઃકાળે
ત્રાસ પામતા નથી. (૩૦) પ્રજ્ઞાવાન પુરુષ દયાધર્મ તેમ જ ક્ષમા વડે (બાલપંડિત મરણને) તોલ કરી
તેમાં વિશેષ ધ્યાન આપીને અર્થાત તે પ્રકારની ઉત્તમ આત્મસ્થિતિએ
પહોંચીને વિશેષ પ્રસન્ન થાય (જીવન સુધી). (૩૧) અને ત્યારબાદ મૃત્યુ નજીક આવે ત્યારે શ્રદ્ધાળુ સાધક ઉત્તમ એવા ગુરુની
પાસે જઈને મહર્ષને (દેહ મૂછને) દૂર કરે અને દેહના વિયોગની આકાંક્ષા રાખે.
નેંધ : જેણે જીવનને ધર્મથી વણી નાખ્યું હોય તે જ અંતકાળે મૃત્યુને આનંદથી ભેટી શકે છે. (૩૨) આવો મુનિ કાળ પ્રાપ્ત થયે (મૃત્યુ વખતે) પ્રાપ્ત થયેલા શરીરને દૂર કરીને.
ત્રણ પ્રકારનાં સકામ મરણ પૈકી એકથી અવશ્ય મરણ પામે છે.
નોંધ : તે સકામ મરણ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) ભક્તપ્રત્યાખ્યાન મરણ (મૃત્યુ વખતે આહાર, પાણું, સ્વાદ્ય કે ખાદ્ય કેઈપણ પ્રકારની વસ્તુ ન. લેવી તે) (૨) ઈગિત મરણ (આમાં ચાર પ્રકારના આહારના પચ્ચકખાણ ઉપરાંત , જગ્યાની પણ મર્યાદા બાંધવાની હોય છે). (૩) પાદપગમન મરણ (કપિલી વૃક્ષની શાખાની માફક એક જ શ્વાસે શ્વાસોચલ્ડ્રવાસ નીકળી જાય ત્યાં સુધી પડી. રહેવું તે). એવી રીતે ત્રણ પ્રકારનાં સકામ (પંડિત) મરણ હોય છે.
' એ પ્રમાણે કહું છું. - આમ અકામ મરણ સંબંધી પાંચમું અધ્યયન સમાપ્ત થયું. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org