________________
કામ-મરણીય
એવી હોય છે કે : “મેં પરલોક જોયો જ નથી અને આ વિષયને આનંદ
તે પ્રત્યક્ષ છે.” (૬) “આ કામભોગે તો હાથમાં આવેલા પ્રત્યક્ષ છે. અને જે પછી થવાનું
તે તો કાળે કરીને થવાનું છે. (માટે તેની ચિંતા શી ? વળી કેણ જાણે
છે કે પરલેક (પુનભવ) છે કે નથી ?” , (૭) “બીજાનું થશે તે મારુ થશે” આ પ્રમાણે એ મૂખ બડબડે છે અને
તેવી રીતે કામભોગની આસક્તિથી આખરે કષ્ટને પામે છે. ભેગની આસકિત શું કરે છે તે સમજાવે છે: (૮) તેથી ત્રસ અને સ્થાવર જીવો પર દંડ આરંભે છે અને પોતાને માટે કેવળ
અનર્થથી (હેતુપૂવક કે અહેતુએ) પ્રાણીસંઘને હણી નાખે છે.
નેધ : ત્રસ એટલે જે છે હાલતા ચાલતા દેખાય છે. સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના છે કે જે આંખોથી સ્પષ્ટ રીતે ન દેખાય છે. જોકે હમણું વૈજ્ઞાનિક શોધ જગજાહેર થઈ છે અને પાણી, વનસ્પતિ. વગેરેમાં જીવો મનાયા છે. (૯) ક્રમશઃ હિંસક, જૂઠો, માયાવી, ચાડીઓ, શઠ અને ભૂખ એ તે દારૂ અને
માંસને ભોગવતો છતાં આ સારું છે એમ માને છે. (૧૦) કાયાથી અને વચનથી મદોન્મત્ત થયેલ અને ધન તથા સ્ત્રીઓમાં આસક્ત
થયેલે, તે અળસિયું માટીને જેમ બે પ્રકારે ભેગી કરે છે તેમ બે પ્રકારે - કમરૂપ મળને એકઠો કરે છે.
નોંધ : બે પ્રકારે એટલે શરીર અને આત્મા બનેથી અશુદ્ધ થાય છે. શરીરનું પતન થયા પછી તેને સુધારવાનો માર્ગ બહુ બહુ કઠિનાઈથી મળે છે પણ આત્મપતનના ઉદ્ધારને માગે તે મળવો અશક્ય છે. (૧૧) ત્યાર બાદ પરિણામે રોગ (પીડા)થી ખરડાયેલે અને તેથી ખેદ પામેલ - તે ખૂબ તપ્યા કરે છે. અને પિતાનાં કરેલાં દુષ્કર્મોને સંભારી સંભારીને હવે
પરલોકથી પણ અધિક બીવા માંડે છે. (૧૨) “દુરાચારીઓની જે ગતિ છે તે નરકનાં સ્થાને મેં સાંભળ્યાં છે કે જ્યાં
કર (ભયંકર) કર્મ કરનારાને અસહ્ય વેદના થાય છે. " નેધ : સાત પ્રકારનાં નરકનું જેનશાસ્ત્રમાં વિધાન છે. ત્યાં, કરેલાં દુષ્ટકર્મોના ફળરૂપે ઉત્તરોત્તર અકલ્પનીય વેદનાઓ પ્રત્યેક પ્રાણીઓને ભેગવવી પડે છે. (૧૩) “પપાતિક (સ્વયં કર્મવશાત-ઉત્પતિ થાય છે તે) (નરક) સ્થાન કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org