________________
અધ્યયન : પાંચમું અકામ-મરણીય
| મૃત્યુકાળ એ જીવનકાર્યને સરવાળે છે. મરણ તે વારંવાર - થાય છે. કારણ કે પ્રમાદ એ જ મરણ છે, છતાં આ અધ્યયનમાં તે
દેહનો ત્યાગ વખતની દશાનું વર્ણન કર્યું છે. આ વર્ણન પરથી તે સ્થિતિની પહેલાં જ સમજી અપ્રમત્ત થવાય તે હેતુ સ્પષ્ટ માલુમ , પછી આવે છે.
(૧) દુઃખે કરીને ઊતરી શકાય એવા મહાપ્રવાહવાળા સંસાર સમુદ્રમાંથી અનેક
પુરુષ તરી ગયા. ત્યાં મહાબુદ્ધિવાળા એક જિજ્ઞાસુએ આ પ્રશ્નને પૂછો. (૨) દરેક જીવની મર|તે બે સ્થિતિઓ (ભૂમિકાઓ) હોય છે :
(૧) અકામ-મરણ અને (૨) સકામ-મરણ
નેધ : મરણ સમયે અશાંત રહે અથવા ધ્યેયશૂન્ય મરણ થાય તે અકામ-મરણ અને ધ્યેયપૂર્વક અવસાન થાય તે સકામ-મરણ કહેવાય છે. (૩) બાળકોનું તો અકામ મરણ કે જે મરણ વારંવાર થાય છે અને પંડિત પુરુષનું સકામ મરણ કે જે એક વાર જ થાય છે.
ધ : જૈનદર્શન, શુદ્ધ સમ્યકત્વધારી જીવના મરણને પંડિત મરણ માને છે. અને તેવો આત્મા વધારેમાં વધારે સંસારમાં ફરીથી એક જ વાર જન્મ લે -- છે. અને સામાન્ય જીવોને અનેક વાર જન્મમરણ કરવાં પડે છે. (૪) ત્યાં આગળ આ પહેલી રિથતિ મહાવીરે આ પ્રમાણે (તેની) બતાવી છે કે
જે ઈદ્રિય વિષયોમાં આસક્ત થયેલ બાળક (મૂખ) ઘણું કર કૃત્યો કરતો. હોય છે.
નોંધ : જે અત્યંત કર કૃત્યો જેવાં કે હિંસાદિ કર્મો કરે છે તે જ અકામમરણને અનુભવે છે. (૫) જે કઈ કામભોગોમાં આસક્ત થઈ અસત્ય કર્મોને આચરે છે તેની માન્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org